પોલિસ અધિકારીઓ પર કરી રહ્યો હતો ચાકૂથી હુમલો
કેપિટલ પોલિસના કાર્યકારી પ્રમુખ વાઈ પિટમેને મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે ઘાયલ અધિકારીઓમાંથી એકની હાલત ગંભીર હતી જેનુ ઈલાજ દરમિયાન હોસ્પિટલમાં મોત થઈ ગયુ છે. ઘટનામાં બેરિકેડ તોડીને કેપિટલ હિલ પરિસરમાં ઘૂસનાર કાર ચાલકનુ પણ હોસ્પિટલમાં મોત થઈ ગયુ છે. વાઈ પિટમેને જણાવ્યુ કે શંકાસ્પદ વ્યક્તિ કારથી બહાર નીકળીને પોલિસ અધિકારીઓ પર ચાકૂથી હુમલો કરી રહ્યો હતો જે દરમિયાન તેને ગોળી મારવામાં આવી હતી.
|
રાષ્ટ્રપતિ જો બાઈડેને ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને હુમલામાં માર્યા ગયેલા પોલિસ અધિકારી માટે દુઃખ વ્યક્ત કર્યુ છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. જો બાઈડેન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ, 'યુએસ કેપિટલ હિલમાં હિંસક હુમલા અને પોલિસ અધિકારીનો મોત વિશે જાણીને હું દુઃખી છુ. હું અધિકારીના પરિવાર પ્રત્યે આ ક્ષતિની સંવેદના પ્રગટ કરુ છુ. દરેક જણ આ ઘટનાથી દુઃખી છે.' અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કેપિટલ પોલિસ પ્રત્યે આભાર વ્યક્ત કરીને અધિકારી વિલિયમ ઈવાંસના નિધન પર શોક વ્યક્ત કર્યો.
|
હુમલામાં આતંકવાદી સંબંધ હોવાનો ઈનકારઃ અમેરિકી પોલિસ
આ દરમિયાન અધિકારીઓએ કહ્યુ છે કે આ ઘટનાને આતંકવાદી સાથે સંબંધ નથી. અધિકારીઓએ શુક્રવારે(2 એપ્રિલ)ની ઘટનાનો 6 જાન્યુઆરી 2021એ થયેલા હુલ્લડ વચ્ચે કોઈ સંબંધથી પણ ઈનકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે કાર ટકરાવા અને ગોળીબારના આ ઘટના કેપિટલ પાસે એક પોલિસ સ્ટેશન પાસે થઈ છે. 6 જાન્યુઆઅરી 2021 કેપિટલ હિલમાં હજારોની સંખ્યામાં લોકો ઘૂસી ગયા હતા અને પરિસરમાં હિંસા કરી હતી. ભીડે કેપિટલ હિલમાં ઉત્પાત એ વખતે મચાવ્યો હતો જ્યારે રાષ્ટ્રપતિ પદ પર જો બાઈડેનની જીત માટે અમેરિકી સંસદ સભ્ય મતદાન કરી રહ્યા હતા.