હવામાનઃ દિલ્લી, યુપી સહિત આ રાજ્યોમાં વધશે ગરમી, ઉત્તરાખંડમાં વરસાદ- હિમવર્ષાનુ અનુમાન

|

નવી દિલ્લીઃ હવામાન વિભાગે રાજધાની દિલ્લી, એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં આજથી ગરમી વધવાની વાત કહી છે. વળી, ઉત્તરાખંડના ઉપરના ભાગોમાં વરસાદ અને હિમવર્ષાનુ પણ અનુમાન છે. કેરળ અને અમુક રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. છેલ્લા અમુક દિવસોમાં દિલ્લીમાં ધૂળ ભરેલી આંધી ચાલી રહી છે પરંતુ દિલ્લીમાં આવનારા દિવસોમાં ફરીથી તાપમાન વધશે.

આ રાજ્યોમાં વધશે ગરમી

દેશના ઘણા ભાગોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયલને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે પહેલેથી ગરમીનો સામનો કરી રહેલ રાજધાની દિલ્લી અને ઉત્તર ભારતમાં ગરમી હજુ વધવાની છે. રાજસ્થાનમાં આગલા બે દિવસોમાં ગરમી વધવાનુ અનુમાન છે. આજે એટલે કે 3 એપ્રિલથી ઉત્તર ભારતમાં લૂ લાગશે. હવામાન વિભાગે દિલ્લી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત 10 રાજ્યોમાં લૂ લાગવાનુ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વિદર્ભ, તેલંગાના, તમિલનાડુ, પુડુચેરી, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, કચ્છને આજથી હીટ વેવનો સામનો કરવો પડશે.

આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદ

હવામાન વિભાગે રાજસ્થાન, તેલંગાના, યુપી, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ગરમ પવનો ફૂંકાવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે. વળી, કેરળ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદના અણસાર છે. ઉત્તર-પૂર્વ ભારત અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં ભારે વરસાદના અણસાર છે. જમ્મુ કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને લદ્દાખના અમુક ભાગોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે.

ભારે વરસાદનુ અનુમાન

ઉત્તરાખંડમાં ચાર, પાંચ અને છ એપ્રિલે પર્વતીય ભાગોમાં વરસાદ અને હિમવર્ષાનુ પૂર્વાનુમાન છે. છ એપ્રિલ બાદ ભારે વરસાદનુ અનુમાન છે. ચાર એપ્રિલે હળવો વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના છે. પાંચ એપ્રિલે ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, દહેરાદૂન જિલ્લામાં છાંટા પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી સેવન સિસ્ટર્સ એટલે કે અરુણાચલ પ્રદેશ, આસામ, મિઝોરમ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરામાં ભારે વરસાદનુ અનુમાન વ્યક્ત કર્યુ છે અને તેના કારણે આઈએમડીએ અહીં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

More WEATHER News