પીએમ મોદીએ મિનાક્ષી મંદિરમાં કરી પૂજા-અર્ચના
એક દિવસ પહેલા તમિલનાડુ પહોંચેલા પીએમ મોદીએ સૌથી પહેલા મદુરાઈના પ્રસિદ્ધ અને માનક મિનાક્ષી મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી. આ દરમિયાન પીએમ મોદી પારંપરિક વસ્ત્રોમાં જોવા મળ્યા. પીએમે અહીં વિધિ-વિધાન સાથે પૂજા પાઠ કર્યો. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીની આજે પહેલી રેલી મદુરાઈમાં થવાની છે. અહીં એક જનસભાને સંબોધિત કર્યા બાદ તે કેરળ માટે પ્રસ્થાન કરશે અને પથાનમથિટ્ટામાં લોકોને સંબોધિત કરશે.
36 કલાકમાં 5000 કિમીની સફર
ત્યારબાદ તેઓ કન્યાકુમારીમાં સાંજે 4 વાગે રેલી કરશે અને ત્યારબાદ તેમની ચોથી રેલી 6 વાગે તિરુવનંતપુરમમાં થશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 36 કલાકમાં 5000 કિમીની સફર કરવાના છે. ગુરુવારે પણ પીએમ મોદીએ ત્રણ રેલીઓ કરી હતી. પીએમ મોદીની આ તાબડતોબ રેલીઓ વિશે ભાજપ મીડિયા સેલના સંયોજક અનિલ બલૂનીએ માહિતી આપી હતી.
પરિશ્રમની પરાકાષ્ઠાને નમન!
તેમણે ટ્વિટ કર્યુ હતુ કે દિલ્લીથી આસામ, આસામથી પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળથી તમિલનાડુ, તમિલનાડુથી કેરળ - આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi કરશે 36 કલાકમાં 5000 કિમીથી વધુનો પ્રવાસ અને ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર. આ જ છે પરિશ્રમની પરાકાષ્ઠા. નમન!