જમ્મુ કાશ્મીરઃ પુલવામાના કાકાપોરામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલુ, છૂપાયા છે 3 આતંકી

|

પુલવામાઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલુ છે. એનકાઉન્ટરમાં પુલવામાના કાકાપોરા વિસ્તારમાં થઈ રહ્યુ છે. કાશ્મીર ઝોન પોલિસે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. કાશ્મીર પોલિસે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે પુલવામાના કાકાપોરામાં આતંકીઓ છૂપાયા હોવાની શંકા બાદ આતંકવાદી અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલુ છે. કાશ્મીર પોલિસે જણાવ્યુ કે પોલિસ અને સેના જોઈન્ટ ઑપરેશન કરીને આતંકીઓને જવાબ આપી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની શંકા છે. સુરક્ષા કારણોસર પોલિસ પ્રશાસને પુલવામામાં ઈન્ટરનેટ સેવા થોડા સમય માટે બંધ કરી દીધી છે. અથડામણ શુક્રવાર(2 એપ્રિલ)ની સવારે શરૂ થઈ છે.

ટીવી રિપોર્ટ મુજબ સુરક્ષાબળોને એ સૂચના મળી હતી કે પુલવામાના કાકપોરાના સમબોરા ગામમાં અમુક આતંકવાદીઓ છૂપાયા છે. માહિતી મળ્યા બાદ સુરક્ષાબળોએ વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવ્યુ, એ દરમિયાન આતંકીઓએ ફાયરીંગ શરૂ કરી દીધુ. વળતી કાર્યવાહી કરીને સુરક્ષાબળોએ પણ બેક ફાયરિંગ કર્યુ. હાલમાં વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. પોલિસે પુષ્ટિ કરી છે કે વિસ્તારમાં ત્રણ આતંકી છૂપાયા છે.

An encounter has started at the Kakapora area in Pulwama district. Police and Security Forces are carrying out the operation. More details awaited: Jammu & Kashmir Police

— ANI (@ANI) April 1, 2021

'PM મોદીના ટૉર્ચરના કારણે થયા જેટલી અને સુષમા સ્વરાજના મોત'

More JAMMU KASHMIR News