વેક્સીન માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું?
કોરોના વેક્સીન લેવા માટે તમારે હજી પણ રજિસ્ટ્રેશન કરવાવું ફરજીયાત છે. આના માટે તમારે www.covin.gov.in પર જઈ તમારી બધી જ જાણકારી આપવી પડશે. જે બાદ તમારી નજીકના હૉસ્પિટલમાં તમારી સુવિધા મુજબ તારીખ અને સમય પસંદ કરી કોરોના વેક્સીન લગાવી શકો છો.
સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં કોરોના વેક્સીન મળશે
જો તમે સરકારી હોસ્પિટલમાં વેક્સીન લેવા જાવ છો તો ત્યાં તમને ફ્રીમાં કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવશે. પરંતુ જો તમે વેક્સીન દેશના કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં લગાવો છો તો તમારે હરેક ડોઝ માટે 250 રૂપિયા ચૂકવવા પડશે.
ઑનલાઈન રજિસ્ટ્રેશનમાં સમસ્યા હોય તો શું કરવું?
જો તમે કોરોના વેક્સીનેશન માટે www.cowin.gov.in પર જઈ રજિસ્ટ્રેશન નથી કરી શકતા તો તમે નજીકના હોસ્પિટલે જઈ આ અંગે જાણકારી મેળવી શકો છો. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું, "તમે બપોરે 3 વાગ્યા બાદ તમારા નજીકના રસીકરણ કેન્દ્ર પર જઈ શકો છો અને સાઈટ પર રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરી શકો છો."
રસીનો બીજો ડોઝ કેટલા દિવસના અંતરાલમાં અપાશે?
કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતું કે કોરોના વેક્સીનના બે ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. એટલે કે પહેલા ડોઝ બાદ બીજો ડોઝ 28મા દિવસે આપવામાં આવશે. પરંતુ ભારતના કોવિશીલ્ડ વેક્સીન બીજો ડોઝના 8 અઠવાડિયાબાદ પણ આપવામાં આવી શકે છે.
Good News: આધારથી પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ
લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ તથા સમાચાર વિશ્લેષણ માટે અમારી સાથે ટેલિગ્રામમાં જોડાવ