પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. વોટિંગ દરમયાન કેટલીય જગ્યાએ હિંસા ફેલાઈ હોવાના સમાચાર મળ્યા છે. નંદીગ્રામ વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર સુવેંદુ અધિકારીના કાફલા પર અહીં હુમલો થયો છે. સુવેંદુ અધિકારીના કાફલામા સામેલ ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જમાં કેટલીક ગાડીઓના કાચ ટૂટી ગયા છે.
કાફલામાં સામેલ મીડિયાની ગાડીઓને પણ નિશાન બનાવવામાં આવી, મીડિયાની ગાડીઓ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. ભાજપે ટીએમસીના લોકો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. નંદીગ્રામ સીટ પર ભાજપના સુવેંદુ અધિકારી સમક્ષ ટીએમસી ઉમેદવાર તરીકે સીએમ મમતા બેનરજી ઉમેદવાર છે. એવામાં આ સીટ પર માહોલ ઘણો તણાવપૂર્ણ જોવા મળી રહ્યો છે.
આસામમાં બોલ્યા પીએમ મોદી- મહાજુઠ અને મહાવિકાસ વચ્ચે થઇ રહી છે આ ચૂંટણી