Good News: આધારથી પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

|

બુધવારે 31 માર્ચે આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ હતી પરંતુ જો તમે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરવાનું ભૂલી ગયા હોવ તો તમારા માટે રાહતના સમાચાર છે. આવકવેરા વિભાગે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021થી વધારી 30 જૂન 2021 સુધી લંબાવી દીધી છે. આવકવેરા વિભાગનો આ ફેસલો કોવિડ 19 મહામારીને સમયે થઈ રહેલી પરેશાનીને પગલે લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, 'ટેક્સપેયર્સ સામે આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતાં આધાર સંખ્યાની જાણકારી આપવા અને તેને પાન કાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ 30 જૂન 2021 કરવા માટે કેન્દ્ર સરકારે આજે અધિસૂચના જાહેર કરી છે.'

બુધવારે છેલ્લો દિવસ હતો

અગાઉ સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડને જોડવાની અંતિમ તારીખ 31 માર્ચ હતી જે બુધવારે સમાપ્ત થઈ ગઈ છે. જે મુજબ અંતિમ તારીખ સુધી લિંક ના કરવા પર પાન કાર્ડ નિષ્ક્રિય પણ થઈ શકે છે. આની સાથે જ બાદમાં જોડવા માટે દંડ પણ ચૂકવવો પડી શકે . હવે છેલ્લી તારીખ વધારી દેવાયા બાદ યૂઝર આસાનીથી કોઈ એડિશ્નલ દંડ ભર્યા વિના આધારને પાન કાર્ડ સાથે લિંક કરી શકે છે. આધાર ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ દ્વારા જાહેર કરવામાં આવેલ 12 અંકોની સંખ્યા છે અને તેને વિશિષ્ટ ઓળખ સંખ્યાના રૂપમાં ઓળખવામાં આવે છે. જ્યારે પાન કાર્ડ 10 અંકોનો આલ્ફા ન્યૂમેરિક નંબર છે અને આ આવકવેરા વિભાગ દ્વારા વહેંચવામાં આવે છે.

More AADHAR CARD News