PM મોદીનો દાવો - મમતા દીદી હારી રહ્યા છે ચૂંટણી, જલ્દી ભરશે બીજી સીટથી નામાંકન, TMCએ આપ્યો જવાબ

|

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના વોટિંગ વચ્ચે નંદીગ્રામમાં મમતા બેનર્જીનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. સીએમ મમતાએ પોલિંગ બૂથનુ નિરીક્ષણ કર્યુ તો ત્યાં વોટિંગ યોગ્ય રીતે થતુ ન હોવાનો આરોપ લગાવીને ધરણા પર બેસી ગયા. હોબાળો કરી રહેલ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે બહારના લોકો અહીંના સ્થાનિક લોકોને મત આપવાથી રોકી રહ્યા છે. આ દરમિયાન બંગાળના જયનગરમાં જનસભાને સંબોધિત કરી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નંદીગ્રામથી કહ્યુ કે મમતા બેનર્જી હાર માની ચૂક્યા છે અને હવે સાંભળવામાં આવી રહ્યુ છે કે તે કોઈ એક સીટથી નામાંકન ભરવાના છે.

વાસ્તવમાં, મમતા બેનર્જી ઘણી વાર સુધી નંદીગ્રામની બોયાલ પબ્લિક સ્કૂલના બૂથ નંબર સાત પર ધરણા પર બેસી રહ્યા જેના પર તેમની સામે ચૂંટણી લડી રહેલ ભાજપ નેતા સુવેન્દુ અધિકારીઓ કહ્યુ કે આ તેમનુ રાજકીય દેવાળિયાપણુ દર્શાવે અને તે નાટક કરી રહ્યા છે. તેમની રાજકીય જમીન ખસી રહી છે.

વળી, પીએમ મોદીએ પણ જયનગરમાં પોતાના ભાષણમાં આ ઘટનાક્રમનો ઉલ્લેખ કરીને કહ્યુ કે હમણા થોડી વાર પહેલા નંદીગ્રામમાં જે થયુ તે આપણે સૌએ જોયુ જે દર્શાવે છે કે મમતા બેનર્જી હાર માની ચૂક્યા છે. હજુ પણ અંતિમ તબક્કાના મતદાનના નામાંકનની તારીખ બાકી છે. શું એ સાચુ છે કે તમે(મમતા બેનર્જી) ચૂપચાપ કોઈ એક સીટથી નામાંકન ભરવાના છો.

ટીએમસીએ આપ્યો જવાબ

જેનો જવાબ આપીને ટીએમસીના સૂત્રોએ જણાવ્યુ કે મમતા બેનર્જીનો નંદીગ્રામ સિવાય કોઈ અન્ય સીટથી ચૂંટણી લડવાનો સવાલ જ નથી ઉઠતો, તે આરામથી નંદીગ્રામથી જીતી રહ્યા છે.

Know all about
નરેન્દ્ર મોદી

IBPS Clerk Mains 2020નુ પરિણામ થયુ જાહેર, આ રીતે કરો ચેક

More MAMATA BANERJEE News