આતંકવાદીઓએ ફરી એકવાર આતંક ફેલાવવા માટે ખીણમાં ભાજપના નેતાના ઘરને નિશાન બનાવ્યું છે. શ્રીનગરના નૌગામમાં ભાજપ નેતા અનવર ખાનના ઘરે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના અંગેની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે આ હુમલામાં એક ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જે બાદમાં મૃત્યુ પામ્યો હતો.
ભાજપના નેતાના ઘરે આતંકવાદી હુમલો થયાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાજેતરમાં અનવર ખાનને જિલ્લા મહામંત્રી બારામુલા અને કુપવારાનો હવાલો પણ સોંપાયો છે. આતંકી હુમલા બાદ પોલીસે આખા વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે. આ સાથે જ સુરક્ષા દળોએ પણ આ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
Jammu and Kashmir: House of BJP leader Anwar Khan attacked by terrorists in Nowgam, Srinagar. Details awaited.
— ANI (@ANI) April 1, 2021
આસામ: મહાજુઠ અને મહાવિકાસ વચ્ચે થઇ રહી છે આ ચૂંટણી: પીએમ મોદી