પશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, પીએમ મોદીએ કરી આ અપીલ

|

આસામ અને પશ્ચિમ બંગાળમાં આજે એટલે કે 1 એપ્રિલથી બીજા તબક્કા માટે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન શરૂ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ અને પશ્ચિમ બંગાળના મતદાતાઓને મતદાનની અપીલ કરી છે. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ અને આસામના વોટર્સ માટે બે અલગ અલગ ટ્વીટ કર્યાં છે. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી છે. બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં 4 જિલ્લાની 30 વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. જ્યારે આસામમાં બીજા તબક્કા માટે 30 વિધાનસભા સીટ પર ચૂંટણી થઈ રહી છે. કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે ચૂંટણી પંચે કોવિડ 19 ગાઈડલાઈન્સ અંતર્ગત મતદાન કરાવવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ પોતાના પહેલા ટ્વીટમાં કહ્યું, "પશ્ચિમ બંગાળના લોકોને અપીલ છે કે જેમના મતદાન ક્ષેત્રમાં આજે વોટિંગ થઈ રહ્યું છે તે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરે." પીએમ મોદીએ આ ટ્વીટ બાંગ્લા અને અંગ્રેજી ભાષામાં ટ્વીટ કર્યું.

પોતાના વધુ એક ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, આસામમાં આજે બીજા તબક્કાની ચૂંટણી થઈ રહી છે. આ તબક્કાના તમામ પાત્ર મતદાઓને હું પોતાના મતાધિકારનો પ્રયોગ કરી લોકતંત્રના તહેવારને મજબૂત કરવાનો અનુરોધ કરું છું.

ક્યારે થશે બીજા તબક્કાઓમાં ચૂંટણી

લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ તથા સમાચાર વિશ્લેષણ માટે અમારી સાથે ટેલિગ્રામમાં જોડાવ

બંગાળની ચૂંટણીમાં NCPનું મમતાને પૂર્ણ સમર્થન, શરદ પવાર પણ કરશે રેલી

Know all about
નરેન્દ્ર મોદી

More PM MODI News