નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર(30 માર્ચ) કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સૌથી પહેલા કેરળના પલક્કજમાં સવારે 11 વાગે એક જનસભાને સંબોધિત કરશે. વળી, 12.50 મિનિટે પીએમ મોદી તમિલનાડુના ધરમપુરામાં રેલી કરશે. પીએમ મોદીની ત્રીજી રેલી પુડુચેરીમાં 4.35 મિનિટે કરશે. પુડુચેરીમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષાના કારણોસર 29 માર્ચ અને 30 માર્ચે ડ્રોન અને અન્ય માનવ રહિત યાન(યુએવી)ની ઉડાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભાજપે 'મેટ્રો મેન' ઈ શ્રીધરનને કેરળમાં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જે હાલમાં જ ભાજપમાં શામેલ થયા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશમાં શું કહ્યુ?
પુડુચેરીમાં ડ્રોન અને યુએવી પર પ્રતિબંધનો આદેશ સોમવારે જિલ્લા મેજિસ્ટ્રેટ પુરવા ગર્ગે આપ્યો. પુરવા ગર્ગે પોતાના આદેશમાં કહ્યુ કે પુડુચેરી ક્ષેત્રમાં કલમ 144 સીઆરપીસી હેઠળ ડ્રોન અને અન્ય માનવરહિત હવાઈ વાહનોની ઉડાન પર પ્રતિબંધ લગાવવાના આદેશ લાગુ કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પુરવા ગર્ગે કહ્યુ કે આદેશનુ કોઈ પણ ઉલ્લંઘન ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય પ્રાસંગિક કાયદા હેઠળ કાર્યવાહીનુ ભાગીદાર હશે.
6 એપ્રિલે એક તબક્કામાં છે પુડુચેરીમાં ચૂંટણી
પુડુચેરીમાં એનડીએનુ નેતૃત્વ કરનારી પાર્ટી એઆઈએનઆરસી વિધાનસભાની સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ભાજપ 9 પર, અન્નાદ્રમુક 5 પર અને એઆઈએનઆરસી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એન રંગાસામી બે સીટો તત્તનચાવડી અને યનમથી ચૂંટણી લડી રહ્યા છે. પુડુચેરીમાં એક તબક્કામાં 6 એપ્રિલે મતદાન થવાનુ છે.
પુડુચેરીઃ NDAએ ચૂંટણી ઘોષણાપત્રમાં કયા કયા વચનો આપ્યા?
કેન્દ્રીય મંત્રી અર્જૂન રામ મેઘવાળ અને ગિરિરાજ સિંહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણે પુડુચેરીમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 26 માર્ચ 2021ના રોજ ઘોષણાપત્ર જાહેર કર્યા. ભાજપની એનડીએ ઘોષણાપત્રમાં કેજીથી પીજી સુધીની છાત્રાઓને મફત અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાનુ વચન આપ્યુ છે. વળી, કૉલેજની છોકરીઓને મફતમાં સ્કૂટી આપવાનુ પણ એલાન કર્યુ છે. બીજેપીએ મહિલા સ્વયં સહાયતા સમૂહો માટે પાંચ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવાનુ પણ વચન આપ્યુ છે. આ ઉપરાંત મહિલાઓ માટે સેનિટરી નેપકિન વેંડિંગ મશીન, મહિલાઓ માટે ફ્રી મેડિકલ સુવિધા આપવાનુ પણ એલાન કર્યુ છે.
અમિત શાહ અને શરદ પવારની મુલાકાત પર શું બોલ્યા સંજય રાઉત?