વૉશિંગ્ટનઃ કોરોના વાયરસ મહામારીના વધતા પ્રકોપ વચ્ચે અમેરિકાથી એક સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના એક લેટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે ફાઈઝર અને મૉડર્ના વેક્સીન કોરોના વાયરસ સામે ઘણી વધુ પ્રભાવકારી છે. આ રિસર્ચમાં જણાવવામાં આવ્યુ છે કે ફાઈઝર કે મૉડર્ના વેક્સીનના બે ડોઝમાંથી પહેલો ડોઝ લીધાના લગભગ બે સપ્તાહ બાદ કોરોના વાયરસના સંક્રમણનુ જોખમ લગભગ 80 ટકા ઘટી જાય છે. રિસર્ચમાં એ પણ સામે આવ્યુ છે કે વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ બે સપ્તાહ બાદ કોરોના વાયરસનુ જોખમ 90 ટકા ઘટી ગયુ.
'અમેરિકી રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર'એ લગભગ 4 હજાર લોકોને આ રિસર્ચમાં શામેલ કર્યા જેમાં ડોઝ લીધા બાદ કોરોના વાયરસના સંક્રમણ અને લક્ષણ વિનાના સંક્રમણ અંગે વેક્સીનના પ્રભાવની તપાસ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ કંપનીઓએ કોરોના વાયરસ સામે પોત-પોતાની વેક્સીનની અસર માટેના આંકડા જાહેર કર્યા હતા. સોમવારે 'અમેરિકી રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર'ના ડાયરેક્ટર રોશેલ વાલેંસ્કીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે અમારુ રિસર્ચ બતાવે છે કે કોરોના વાયરસ સામે અમેરિકાનુ રસીકરણ અભિયાન પ્રભાવી રીતે કામ કરી રહ્યુ છે.
ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં વધી રહ્યા છે કોરોના કેસ
ફાઈઝર અને મૉડર્ના વેક્સીનના પ્રભાવને જાણવા માટે અમેરિકાના 6 રાજ્યોમાં 14 ડિસેમ્બર 2020થી લઈને 13 માર્ચ 2021 સુધી એટલે કે 13 સપ્તાહ દરમિયાન 3950 લોકો પર આ રિસર્ચ કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે મહામારીથી ઉભર્યા બાદ અમેરિકામાં હાલમાં દિવસોમાં એક વાર ફરીથી કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો છે. કોરોના વાયરસના સૌથી વધુ કેસ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જોવા મળી રહ્યા છે. અમેરિકા એ દેશોમાં શામેલ છે જ્યાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યુ છે.
કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો, 24 કલાકમાં 56,211 નવા દર્દી