ગાળાગાળી પર ઉતર્યુ ચીન, કેનાડાના PM જસ્ટીન ટ્રૂડોને કહ્યા 'અમેરિકાની પાછળ ભાગતો કૂતરો'

|

ટોરેન્ટો/બેઈજિંગઃ માનવાધિકારના મુદ્દે ઘેરાયેલુ ચીન હવે ગાળાગાળી પર ઉતરી આવ્યુ છે. ચીન ઉપર સતત આંતરરાષ્ટ્રીય દબાણ થઈ રહ્યુ છે જેના કારણે ચીન અકળાઈ ગયુ છે અને ચીની ડિપ્લોમેટે કેનેડાના પ્રધાનમંત્રીને અમેરિકાનો કૂતરો સુદ્ધા કહી દીધા છે. કોઈ દેશના પ્રધાનમંત્રી માટે ઉપયોગ કરાયેલ આ શબ્દ ચીનની અકળામણ બતાવી રહ્યુ છે.

કેનિડિયન પીએમને દીધી ગાળ

શિનજિયાંગમાં ઉડગર મુસ્લિમોને પ્રતાડિત કરવા અંગે કેનેડાએ ચીનની ટીકા કરી હતી ત્યારબાદ ચીની ડિપ્લોમેટે કેનેડિયન પ્રધાનમંત્રીને બાળક ગણાવ્યા છે. બ્રાઝિલના રિયો ડી જેનેરિયોએ ચીનના કૉમર્સ એમ્બેસેડર લી યાંગે પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડો એક 'બાળક' છે, જેમણે કેનેડાને 'અમેરિકાની પાછળ પાછળ ભાગતો કૂતરો' બનાવી દીધુ છે. એક પ્રધાનમંત્રી માટે કરાયેલ અપશબ્દો માટે ચીની ડિપ્લોમેટની ટીકા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક સમયમાં કેનેડા અને ચીનના સંબંધ ઘણા બગડી ગયા છે અને છેલ્લા સપ્તાહમાં બંને દેશોએ એકબીજાના ઘણા ડિપ્લોમેટ્સ પર પ્રતિબંધ લગાવી દીધા હતા.

કેનેડા સામે અપશબ્દ

ચીનના ડિપ્લોમેટે પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે, 'બાળક, તારી સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે તે કેનેડા-ચીનના દોસ્તીપૂર્ણ સંબંધને બરબાદ કરી દીધા છે અને તે કેનેડાને અમેરિકાની પાછળ દોડતુ કૂતરુ બનાવી દીધુ છે.' કમ્યુનિસ્ટ દેશ ચીને કેનેડા જેવા લોકતાંત્રિક દેશ માટે ખૂબ જ અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. વાસ્તવમાં, કમ્યુનિસ્ટ એ દેશો માટે 'કૂતરા' શબ્દનો ઉપયોગ કરે છે જેમને અમેરિકા સાથે સારા સંબંધ હોય છે. વળી, કેનેડાના ચીની ડિપ્લોમેટે આ નિવેદન પર નવાઈ વ્યક્ત કરીને નિવેદનને સમસ્યા પેદા કરનાર ગણાવ્યુ છે.

ચીનમાં કેનેડાના રાજદૂત રહી ચૂકેલ ડેવિડ મુલરોનીએ અમેરિકી વર્તમાનપત્ર ગાર્ડિયન સાથે વાત કરીને કહ્યુ છે કે ચીની ડિપ્લોમેટનુ આ ટ્વિટ ચીનની ડિપ્લોમસીની નિષ્ફળતા દર્શાવે છે. વાસ્તવમાં, શિનજિયાંગમાં ઉડગર મુસ્લિમોના નરસંહાર માટે ચીન ઘણા દેશોના નિશાના પર છે. અમેરિકા, બ્રિટન અને કેનેડા સાથે જાપાન પણ ચીન પર સતત પ્રહાર કરી રહ્યુ છે જેનાથી અકળાયેલુ ચીન હવે ગાળાગાળી પર ઉતરી ગયુ છે.

Boy, your greatest achievement is to have ruined the friendly relations between China and Canada, and have turned Canada into a running dog of the US. Spendthrift!!! pic.twitter.com/qWCfJH4bYb

— Li Yang (@CGChinaLiYang) March 28, 2021

ફાઈઝર અને મૉડર્ના વેક્સીનનો પહેલો ડોઝ કોરોના સામે 80% કારગર

More CANADA News