નવી દિલ્લીઃ આજે રંગોનો તહેવાર હોળી ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ લોકોને શુભકામનાઓ આપી છે. વીડિયો સંદેશ જાહેર કરીને ભારતીય મૂળના અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે લોકોને રંગોના આ તહેવારની શુભકામનાઓ આપી છે. તેમણે પોતાના સંદેશમાં કહ્યુ કે આ પર્વ છે. મતભેદો ભૂલાવીને સાથે આવવાનો.
કમલા હેરિસે લોકોને હોળીની શુભકામનાઓ પાઠવીને લખ્યુ કે આજના દિવસે લોકોએ પોતાના મતભેદો ભૂલાવીને સાથે આવવુ જોઈએ. તેમણે કહ્યુ કે હોળી જીવંત રંગો માટે ઓળખવામાં આવે છે અને લોકો આ રંગને પોતાના સ્વજનો અને પ્રેમ કરાનારા પર નાખે છે. આ તહેવાર સકારાત્મકતાથી ભરેલો છે.
ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસને પણ લોકોને હોળીની શુભકામનાઓ આપી. તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયામાં રહેતા હિંદુ સમાજને હોળીની શુભકામનાઓ આપી છે. તેમણે વીડિયો સંદેશ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને હોળીની શુભકામનાઓ આપી અને તેમને પોતાના સારા દોસ્ત કહ્યા છે. વળી, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખામે પણ હિંદુ સમાજને હોળીની શુભકામનાઓ આપી છે. પાકિસ્તાની પ્રધાનમંત્રીએ ટ્વિટ દ્વારા હિંદુ સમાજને હોળીની શુભકામનાઓ આપીને કહ્યુ છે કે 'આપણા હિંદુ સમાજને રંગોના તહેવાર હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.'
દિલ્લીમાં LG જ સરકાર, રાષ્ટ્રપતિએ GNCTD બિલને આપી મંજૂરી