પશ્ચિમ બંગાળમાં આજે પહેલા તબક્કામાં 30 વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણી પહેલાં 26 માર્ચે મોડી રાતે પુરુલિયા જિલ્લામાં હિંસા જોવા મળી છે. પુરુલિયાના બંડોયાનમાં ગુરુ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને સાગા સુપુરુદી ગામ વચ્ચે ચૂંટણી પંચે વાહનોને આગ લગાવી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે વાહન ચૂંટણી અધિકારીઓને મતદાન કેન્દ્ર પર મૂકવા ગયાં હતાં. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ કાલે રાતે પુરુલિયામાં મતદાનકર્મીઓને ભોજન આપીને પરત ફરતી વખતે રહસ્યમય રીતે વાહનોમાં આગ લગાવી દેવામાં આવી. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પૂછપરછ માટે ડ્રાઈવરને લઈ જવામાં આવ્યો છે.
જે ગાડીને આગના હવાલે કરવામાં આવી તે ટાટા મેજિક કાર હતી. ટીવી રિપોર્ટ મુજબ જે વિસ્તારમાં આગ લગાવવામાં આવી તે નક્સલ પ્રભાવિત જંગલમહલ ક્ષેત્રના તુલસિડી ગામનો ભાગ છે.
પ્રત્યક્ષદર્શીઓ મુજબ જેવી જ ગાડી જંગલમાંથી પસાર થઈ રહી હતી અચાનક કેટલાક લોકો આવ્યા અને વાહનોને રોક્યાં અને કથિત રૂપે તેમાં પેટ્રોલિયમ પદાર્થ છાંટી આગ લગાવી દીધી. જો કે ઘટનામાં કોઈપણ ઘાયલ થયા હોવાના અહેવાલ નથી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની સૂચના આપી. જો કે તમામ વાહનો બળીને ખાખ થઈ ગયાં. પુરુલિયા જિલ્લાની 9 વિધાનસભા સીટ પર આજે પહેલા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.
પુણેના ફેશન સ્ટ્રીટ માર્કેટમાં લાગી ભીષણ આગ, 400થી વધુ દુકાનો સળગીને ખાખ