કોરોનાના વધતા કેસો વચ્ચે હવે વધુ લોકોને મૂકાશે વેક્સીન, જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યુ?

|

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દેશમાં 26 માર્ચે એક દિવસમાં કોવિડ-19ના 59,118 નવા કેસ સામે આવ્યા હતા. કોરોનાના વધતા કેસ વચ્ચે હવે દેશમાં વધુને વધુ લોકો કોરોના વાયરસ વેક્સીન લગાવવામાં આવશે. કેન્દ્રની મોદી સરકાર કોરોના વેક્સીનેશન અભિયાનની સીમા વધારવાનુ પ્લાનિંગ કરી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને શુક્રવારે(26 માર્ચ) કહ્યુ કે કેન્દ્ર સરકાર કોવિડ-19 રસીકરણ અભિયાનની સીમામાં વધુ વસ્તીના વધુ સમૂહોને લાવવાની યોજના બનાવી રહી છે. જેથી દેશમાં વેક્સીનેશન અભિયાનને વધુ વ્યાપક બનાવી શકાય. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે કહ્યુ કે એક એપ્રિલથી દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી શકે છે. આ અંગેની ઘોષણા થોડા દિવસ પહેલા જ સરકારે કહી હતી કે એક એપ્રિલથી રસીકરણ માટે 45 વર્ષથી વધુ વયના બધા લોકો યોગ્ય હશે.

4 દિવસમાં એક કરોડ લોકોએ લગાવી વેક્સીનઃ આરોગ્ય મંત્રી હર્ષવર્ધન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે દેશે મેડ ઈન ઈન્ડિયા વેક્સીનને અપનાવી છે. આ ઉત્સાહ અને વેક્સીન પર લોકોના વિશ્વાસના કારણે માત્ર 4 દિવસમાં એક કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં અત્યાર સુધી 5.69 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાંથી 26 માર્ચે 14.53 લાખ લોકોને વેક્સીન લગાવવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે દેશભરમાં કોરોના વેક્સીનેશનની સૌથી પહેલી શરૂઆત 16 જાન્યુઆરી, 2021થી કરવામાં આવી હતી. જે હેઠળ ફ્રંટલાઈન વર્કર્સ અને હેલ્થવર્કસને વેક્સીન આપવામાં આવી રહી હતી. ત્યારબાદ ફેબ્રુઆરીથી દેશના વૃદ્ધો અને 45 વર્ષથી વધુ વાયવાળા, જે કોઈ ગંભીર બિમારીથી પીડિત હતા તેમને વેક્સીન લગાવવામાં આવી રહી છે. પરંતુ હવે એક એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ વેક્સીન લગાવી શકે છે.

ભ્રષ્ટાચાર મામલે CBIએ સીજીએસટી અધિક્ષક સહિત 4ની કરી ધરપકડ

More CORONAVIRUS News