શશિ થરુરે પીએમ મોદીના ભાષણ પર કમેન્ટ કર્યા બાદ માંગી માફી, કહ્યુ - માત્ર હેડલાઈન વાંચીને કરી કમેન્ટ

|

નવી દિલ્લીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરુરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બાંગ્લાદેશની આઝાદીની સ્વર્ણ જયંતિ અને રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી પર ઢાકામાં આપેલા ભાષણ પર કરેલ કમેન્ટ માટે માફી માંગી છે. થરુરે કહ્યુ કે તેમણે માત્ર હેડિંગ વાંચીને આ મામલે કમેન્ટ કરી દીધી હતી પરંતુ હવે તે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગે છે.

શું કહ્યુ હતુ પીએમ મોદીએ

બાંગ્લાદેશની આઝાદીની સ્વર્ણ જયંતિ પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદી માટે તેમણે પોતાના ઘણા સાથીઓ સાથે સત્યાગ્રહ કર્યો હતો અને તેના માટે તેઓ જેલમાં પણ ગયા હતા. તેમણે કહ્યુ હતુ, 'બાંગ્લાદેશની આઝાદી માટે સંઘર્ષમાં શામેલ થવુ મારા જીવનના પહેલા આંદોલનોમાંનુ એક હતુ. મારી ઉંમર એ વખતે 20-22 વર્ષ હતી જ્યારે મે મારા ઘમા સાથીઓ સાથે બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો.'

શું બોલ્યા હતા શશિ થરુર

મોદીજીનાઆ ભાષણ પર પ્રતિક્રિયા આપીને શશિ થરુરે ટ્વિટ કર્યુ હતુ, 'આંતરાષ્ટ્રીય જ્ઞાનઃ આપણા પ્રધાનમંત્રી બાંગ્લાદેશને ભારતીય 'નકલી ખબર'નો સ્વાદ ચખાડી રહ્યા છે. દરેક જણ જાણે છે કે બાંગ્લાદેશને કોણે આઝાદ કરાવ્યો.'

ઢાકામાં આપેલા પોતાના ભાષણમાં મોદીએ બાંગ્લાદેશને આઝાદ કરાવા માટે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના યોગદાનને પણ યાદ કર્યુ. તેમણે બાંગ્લાદેશને આઝાદ કરાવામાં ઈન્દિરા ગાંધીના યોગદાનને યાદ કરીને કહ્યુ હતુ કે બધા જાણે છે કે બાંગ્લાદેશની આઝાદીમાં ઈન્દિરા ગાંધીએ શું યોગદાન કર્યુ હતુ.

શશિ થરુરે બાદમાં માંગી માફી

જ્યારે થરુરને જાણવા મળ્યુ કે પીએમ મોદીએ બાંગ્લાદેશની આઝાદીમાં ઈન્દિરા ગાંધીના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો છે ત્યારે તેમણે માફી માંગી છે. પોતાના ટ્વિટમાં થરુરે લખ્યુ, 'મને પોતાની ભૂલ પર માફી માંગવામાં બિલકુલ ઝિઝક નથી. કાલે મે માત્ર હેડલાઈન વાંચીને ટ્વિટ કર્યુ હતુ કે દરેક જણ જાણે છે કે બાંગ્લાદેશને કોણે આઝાદ કરાવ્યુ. જેનો અર્થ એ હતો કે નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધીના યોગદાનને ન જણાવ્યુ. પરંતુ તેમણે આનો ઉલ્લેખ કર્યો. સૉરી.' તેમણે એક વીડિયો લિંક પણ શેર કરી જેમાં મોદી ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરી રહ્યા છે.

આ ગામમાં છેલ્લા 100 વર્ષોથી નથી મનાવી હોળી, લાગે છે મોતનો ડર

Know all about
ડૉ. શશી થરુર

More SHASHI THAROOR News