આસામમાં આજે મતદાનઃ મનમોહન સિંહે કહ્યુ - સમજદારીથી કરજો મતદાન, રાજ્યને ધર્મના નામે વહેંચવામાં આવી રહ્યો છે

|

નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શુક્રવારે(26 માર્ચ) આસામની જનતાને અપીલ કરી છે કે તે પોતાનો મત સમજદારીથી આપે. આસામમાં આજે એટલે કે શનિવારે 47 વિધાનસભા સીટો પર પહેલા તબક્કાનુ મતદાન થવાનુ છે. મનમોહન સિંહે આસામમાં પહેલા તબક્કાના મતદાન પહેલા શુક્રવારે એક વીડિયો સંદેશમાં કહ્યુ કે 'આસામના લોકોને ધર્મ અને સંસ્કૃતિના નામ પર વહેંચવામાં આવી રહ્યા છે. એવામાં હવે સમય આવી ગયો છે કે રાજ્યની જનતા સમજદારીથી કામ લે અને મતદાન કરે. તેમણે આસામની જનતાને કોંગ્રેસના નેતૃત્વવાળા મહાગઠબંધનના પક્ષમાં મતદાન કરવા માટે કહ્યુ છે. તેમણે કહ્યુ કે આસામની જનતાએ એક એવી સરકાર ચૂંટવાની જરૂર છે જે બંધારણ અને લોકતાંત્રિક સિદ્ધાંતોને જાળવી રાખે.'

વીડિયો સંદેશમાં પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યુ, 'ઘણા વર્ષોથી આસામ મારુ બીજુ ઘર છે. આ મારુ સૌભાગ્ય રહ્યુ છે કે મે 1991થી 2019 સુધી 28 વર્ષો સુધી રાજ્યસભામાં આસામનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. હું આસામના લોકોના સ્નેહ અને સમર્થ માટે હંમેશાથી આભારી છુ. આસામના લોકોએ મને 5 વર્ષો માટે નાણામંત્રી અને 10 વર્ષો માટે પ્રધાનમંત્રી તરીકે આપણા દેશની સેવા કરવામાં સક્ષમ બનાવ્યો. આજે આસામની જનતાને હું અપીલ કરીશ કે વિધાનસભા ચૂંટણીમાં લોકો સમદારીથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.'

મનમોહન સિંહે કહ્યુ, 'તમારે એવી સરકારને મત આપવો જોઈએ જે દરેક નાગરિક, દરેક સમાજનુ ધ્યાન રાખે. તમારે એક એવી સરકારને મત આપવો જોઈએ જે સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરે અને આસામને એક વાર ફરીથી શાંતિ અને વિકાસના રસ્તે લઈ જાય. તમારે ભારતીય બંધારણ અને લોકતંત્રના સિદ્ધાંતોને લાગુ કરતી સરકારના પક્ષમાં મતદાન કરવુ જોઈએ.'

મનમોહન સિંહે ભાજપનુ નામ લીધા વિના નિશાન સાધીને કહ્યુ, 'આસામના લોકો ઘણા લાંબા સમયથી ઉગ્રવાદ અને અશાંતિને સહન કરી છે અને કરી રહ્યા છે. તરુણ ગોગોઈ સરકારને આને વધુ પ્રોત્સાહન આપ્યુ છે. આસામના લોકોને માત્ર ધર્મ, ભાષા અને સંસ્કૃતિના નામ વહેંચવામાં આવી રહ્યા છે. આસામવાસીઓને મૂળભૂત અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા છે. નોટબંધી અને ખોટી રીતે જીએસટી લાગુ કરવાથી દેશની અર્થવ્યવસ્થા નબળી પડી ગઈ છે. યુવાનોને નોકરી નથી મળી રહી. પેટ્રોલ અને ડીઝલ તેમજ એલપીજી ગેસની કિંમતથી સામાન્ય જનતા પરેશાન છે.'

More MANMOHAN SINGH News