સચિન તેંડુલકરને થયો કોરોનાવાયરસ, ટ્વીટ કરી આપી જાણકારી

|

વિશ્વના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. સચિન તેંડુલકરે કોરોનાવાયરસના સંક્રમણની જાણકારી આપી છે. સચિન તેંડુલકરે પોતે હોમ ક્વોરેન્ટાઈન હોવાનું જણાવ્યું. ટ્વીટ કરી સચિન તેંડુલકરે વધુમાં જાણકારી આપી કે તેમના ઘરના બાકી અન્ય સભ્યોને કોરોના નથી થયો, તેઓનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે. સચિન તેંડુલકરે કહ્યું કે તે ઘરે સેલ્ફ આઈસોલેશનમાં છે અને કોરોના ગાઈડલાઈન ફોલો કરી રહ્યા છે. તેમણે તબીબોની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

કોરોનાના વધતા મામલા વચ્ચે મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ કર્ફ્યૂ લાગશે, રાત્રે 8 વાગ્યે બંધ થઈ જશે મૉલ્સ

પોતાના આ ટ્વીટમાં સચિન તેંડુલકરે આગળ કહ્યું કે, 'હું સતત કોરોનાની તપાસ કરાવતો આવ્યો છું, સાથે જ કોરોનાથી બચવા માટે શક્ય તમામ ઉપાયો પણ કરતો રહું છું. જો કે કોરોનાના હળવા લક્ષણ બાદ આજે હું કોવિડ 10 પોઝિટિવ મળી આવ્યો છું. ઘરના બાકી સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મારો સાથ આપ્યો તેવા સ્વાસ્થ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરવા માંગું છું. તમે પણ તમારું ધ્યાન રાખો.'

More SACHIN TENDULKAR News