Maharashtra: મુંબઈની સનરાઈઝ હોસ્પિટલમાં લાગી આગ, બે લોકોના મોત, રાહત-બચાવ કાર્ય ચાલુ

|

મુંબઈઃ મુંબઈના ભાંડુપમાં સનરાઈઝ હોસ્ટિપલમાં ગુરુવારે મોડી રાતે આગ લાગવાથી અફડાતફડી મચી ગઈ અને આ ઘટનામાં બે લોકોના મોત પણ થઈ ગયા છે. હાલમાં આગ લાગવાના કારણો વિશે જાણી શકાયુ નથી. ખાસ વાત એ છે કે આ હોસ્પિટલ ડ્રીમ્ઝ મૉલમાં ત્રીજા માળે છે. હોસ્પિટલમાં આગ લગભગ રાતે 12.30 વાગે લાગી ત્યારબાદ અફડાતફડી મચી ગઈ. ઘટનાની માહિતી બાદ ફાયર બ્રિગેડની 23 ગાડીઓ ઘટના સ્થળે આગ ઓલવવા માટે પહોંચી અને રાહત તેમજ બચાવ કાર્ય ચાલુ છે.

આ ઘટનાની માહિતી આપતા મેયરે કહ્યુ કે મે પહેલી વાર મૉલમાં હોસ્પિટલ જોઈ છે, આના પર કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મૉલમાં ત્રીજા માળે એક હોસ્પિટલ હતી જેમાં 76 દર્દીઓ હાજર હતા. આમાંથી મોટાભાગના કોરોના દર્દી હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડની મદદથી હોસ્પિટલની અંદરથી બધા દર્દીઓને બહાર કાઢીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં 76 કોરોના દર્દી ભરતી હતા

જ્યારે આ ઘટના વિશે માહિતી આપીને ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યુ કે ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે. આગ મૉલના પહેલા માળે લાગી હતી, હોસ્પિટલમાં 76 કોરોના દર્દી ભરતી હતા જેમને બીજી જગ્યાએ શિફ્ટ કરાવી દીધા છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યુ છે અને ઘટના સ્થળે ફાયરબ્રિગેડની 23 ગાડીઓ હાજર છે.

મુંબઈમાં કોરોનાની માર ઉપરથી આ આગ

તમને જણાવી દઈએ કે મુંબઈ પહેલેથી જ કોરોનાથી ત્રસ્ત છે. ઉપરથી આ પ્રકારની ઘટનાએ પ્રશાસનની મુશ્કેલી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 5,504 નવા કોવિડ-19 કેસ નોંધવામાં આવ્યા છે. મહામારીની શરૂઆત બાદથી 24 કલાકમાં પહેલી વાર એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોના પૉઝિટીવ લોકો મળ્યા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક ઉછાળો છે. વળી, કોરોનાના કારણે 14 લોકોના મોત થઈ ચૂક્યા છે.

જોખમરૂપ છે આ આંકડા

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોએ જોખમ વધારી દીધુ છે. રાજ્યના આરોગ્ય વિભાગે અનુમાન લગાવ્યુ છે કે જે રીતે રોજના નવા કેસ આવી રહ્યા છે તે મુજબ 4 એપ્રિલ સુધી રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 3 લાખને પાર થઈ જશે. સાથે જ 61,125 સક્રિય દર્દીઓ સાથે પૂણે પહેલા સ્થાને છે જ્યારે નાગપુર 47,7076 દર્દીઓ સાથે બીજા અને મુંબઈ 32,827 દર્દીઓ સાથે ત્રીજા સ્થાને છે.

More MAHARASHTRA News