પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021: પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) અને તૃણણૂલ કોંગ્રેસ(ટીએમસી) સામ-સામે છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પ્રચાર કરવામાં કોઈ કમી નથી છોડી રહ્યા. અમિત શાહે દાવો કર્યો છે કે 'સોનાર બાંગ્લા' માટે અમારી પાર્ટી ભાજપે રોડ મેપ આપ્યો છે. અમિત શાહે ભાજપને પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા સીટોમાંથી 200થી વધુ સીટો જીતવાનુ લક્ષ્ય આપ્યુ છે.
એક ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યુ કે જો કોઈને પણ એ વાતની શંકા હોય કે ભાજપ બંગાળમાં 200 સીટો નથી લાવી શકતી તો તે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનુ પ્રદર્શન જોઈ શકે છે જ્યારે પાર્ટીએ બે સાંસદોની સંખ્યાને વધારીને 18 સાંસદો સુધી કરી. અમે તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ના વોટ શેર સમાન થઈ ગયા હતા. હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યુ છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે તમને બદલાવ જોવા મળશે કારણકે પશ્ચિમ બંગાળના લોકો બદલાવ માટે તૈયાર છે. અમિત શાહે દાવો કર્યો છે કે ભાજપ આસામ અને પશ્ચિમ બંગાળમાં જીતવાની છે.
વળી, તમિલનાડુમાં પણ ભાજપ-અન્નાદ્રમુક ગઠબંધન જીતશે. કેરળ અને પુડુચેરી માટે શાહે કહ્યુ કે પાર્ટી આ બંને જગ્યાએ પોતાની સીટના વોટશેરમાં સુધારો કરશે. અમિત શાહે કહ્યુ કે જો પશ્ચિમ બંગાળના લોકોની મુશ્કેલીઓ વિશે વાત કરવી, ત્યાંના મુદ્દાઓ ઉઠાવવાને ધ્રુવીકરણ તરીકે જોવામાં આવતુ હોય, તોઆ ધ્રુવીકરણની એક નવી પરિભાષા છે, જે અમે શીખી લીધી છે.
અમિત શાહે કહ્યુ કે અમે કહીએ છીએ કે દૂર્ગા પૂજા માટે બંગાળમાં બધા માટે સ્વતંત્ર પૂજા હોવી જોઈએ, કોઈ દબાણ ન હોવુ જોઈએ, કોઈને આના પર વાંધો કેમ હોવો જોઈએ? તો તેમણે આને કેમ બંધ કરી દીધુ? સરસ્વતી પૂજાને કેમ રોકવામાં આવી? શુંતે ધાર્મિક ધ્રુવીકરણ નહોતુ? ભાજપે કોઈ પણ ધાર્મિક ઉત્સવ સામે એક શબ્દ નથી કહ્યો, અમને કોઈને પણ રમજાનનુ પાલન કરવા કે ક્રિસમસ સમારંભ આયોજિત કરવાનો કોઈ વાંધો નથી. અમિત શાહે કહ્યુ, આ વખતની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી પાસે કોઈ નવી વાર્તા બનાવવાનો મોકો નથી. વિપક્ષ પાસે કહેવા માટે કંઈ પણ નવુ નથી. તે પોતાના જૂના અંદાજમાં ચૂંટણી મેદાનમાં છે પરંતુ અમે સોનાર બાંગ્લા માટે એક રોડ મેપ પશ્ચિમ બંગાળને આપ્યો છે.
Anil Deshmukh Row: SC આજે કરશે પરમબીર સિંહની અરજી પર સુનાવણી