દેશના 7 રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના
વિભાગે કહ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશમાં વરસાદનો માહોલ બન્યો છે. આઈએમડીએ આ માટે એક ટ્વિટ પણ કર્યુ છે જેમાં તેમણે કહ્યુ છે કે આજે સાંજ સુધી મેનપુરી, શિકોહાબાદ, ફિરોઝાબાદ, ટૂંડલા, એટા,જલેસર, સાદાબાદ, હાથરસ, આગ્રામાં વરસાદ આવી શકે છે. હોળી બાદ દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં પારો 35 ડિગ્રીની આસપાસ જઈ શકે છે.
હવામાન માટે સાવચેત રહેવાની જરૂર
વિભાગે પહેલા જ સાવચેત કર્યા છે કે દેશમાં આ વખતે વધુ ગરમી પડવાના અણસાર છે. હવામાન વિભાગે લોકોને હવામાન માટે સાવચેત રહેવા માટે પણ કહ્યુ છે. વિભાગના જણાવ્યા મુજબ બાળકો, વૃદ્ધો અને ગંભીર બિમારીથી ગ્રસિત લોકોએ સાવચેત રહેવાની જરૂરી છે અને જરૂર વિના ઘરમાંથી બહાર ન નીકળવા માટે કહ્યુ છે.
તાપમાન 37-38 ડિગ્રી સુધી જઈ શકે છે
જો કે હવામાન વિભાગે કહ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્લી-એનસીઆરમાં આજે અને કાલે પણ હળવો વરસાદ સંભવ છે પરંતુ શુક્રવારથી હવામાનમાં ફેરફાર આવશે અને પારો એકદમ ચડશે. આઈએમડીના સ્થાનિક હવામાન પૂર્વાનુમાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યુ કે શુક્રવારથી તાપમાન ફરીથી વધવાની સંભાવના છે. પૂર્વાનુમાન કહે છે કે હોળીની આસપાસ મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયલ આસપાસ રહેવાની સંભાવના છે.