મનસુખ હીરેન હત્યા કેસમાં મહારાષ્ટ્ર ATSએ જપ્ત કરી ગાડી, થશે ફોરેંસિક તપાસ

|

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર મળેલ કારના માલિક મનસુખ હિરેનની હત્યા સંદર્ભે મહારાષ્ટ્ર એટીએસ દ્વારા વોલ્વો કાર કબજે કરવામાં આવી છે. મંગળવારે મહારાષ્ટ્ર એટીએસ ચીફને માહિતી મળી છે કે આ કાર દમણ પાસેથી કબજે કરવામાં આવી છે. જે બાદ તેને ફોરેન્સિક તપાસ માટે મુંબઈ લાવવામાં આવી છે.

મનસુખ હિરેનની મોત મામલે એટીએસએ પહેલી કાર કબજે કરી છે. અગાઉ એન્ટિલિયા કેસમાં પાંચ વાહનો કબજે કરવામાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ મનસુખ હિરેનનાં મોતની તપાસ કરી રહી છે.

ફેબ્રુઆરીમાં મુકેશ અંબાણીના ઘરની બહાર એક સ્કોર્પિયો કાર મળી હતી. જેમાં તપાસ બાદ કેટલાક વિસ્ફોટક મળી આવ્યા હતા. થોડા દિવસો બાદ કારનો માલિક મનસુખ હિરેનનો મૃતદેહ થાણેથી મળી આવ્યો હતો. આ કેસને પહેલા આત્મહત્યા કહેવાયો હતો પરંતુ બાદમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર મામલામાં ઘણી ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજે પણ શામેલ છે. જેની 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે એનઆઈએની કસ્ટડીમાં છે.

મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત ઘરની બહાર કારની બહાર વિસ્ફોટક મળી આવ્યા બાદ એનઆઈએને તપાસ સોંપવામાં આવી હતી, ત્યારબાદ કારના માલિકનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ પોલીસ અધિકારી સચિન વાજેનું નામ આવ્યું હતું. મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સચિન વાજે અને અનિલ દેશમુખ પર કરોડોની ઉચાપતનો આરોપ પણ લગાવ્યો છે. જે બાદ હવે આ કેસમાં મની લોન્ડરિંગ એંગલની પણ તપાસ કરવામાં આવશે. ઇડી તેની તપાસ કરશે. આ સાથે જ પરમબીરસિંહે પણ આ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને સીબીઆઈને આ સમગ્ર મામલાની તપાસ કરવા જણાવ્યું છે.

નવનીત કૌરે શિવસેનાના સાંસદ વિરૂદ્ધ પીએમ મોદી અને અમિત શાહ ને લખી ચિઠ્ઠી

More MURDER News