ટીએમસી સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે ભાજપ પર આદિજાતિ વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમની સરકારે આદિવાસીઓના જમીનના અધિકારને પુન સ્થાપિત કર્યા છે. પુરૂલિયામાં એક જાહેર સભાને સંબોધન કરતાં મમતા બેનર્જીએ ઝારખંડનો હવાલો આપ્યો હતો. મમતાએ કહ્યું હતું કે, ઝારખંડના જમશેદપુરમાં ભાજપ સરકારે આદિવાસીઓ પાસેથી જમીનના અધિકાર છીનવી લીધા હતા પરંતુ અમારી સરકારે આદિવાસીઓને જમીનના અધિકાર પાછા આપ્યા છે.