દેશમાં ફરી એકવાર કોરોનાના મામલાની સંખ્યામાં તેજી જોવા મળી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં ભારતમાં કોરોનાના કુલ 46951 નવા મામલા સામે આવ્યા છે.
જ્યારે 21180 દર્દી આ સંક્રમણથી ઠીક થયા છે અને 212 સંક્રમિતોનાં મોત થયાં છે. નવા મામલાને જોડતાં ભારતમાં કોરોનાવાયરનસના કુલ મામલાની સંખ્યા 1 કરોડ 16 લાખ 46 હજાર 81 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી અત્યાર સુધી 1 કરોડ 11 લાખ 51 હજાર 468 લોકો ઠીક થયા છે.
ભારતમાં વર્તમાનમાં કોરોનાના 3,34,646 સક્રિય મામલા છે. જ્યારે અત્યાર સુધી કોવિડ 19થી દેશમાં 1 લાખ 59 હજાર 967 લોકોના મોત થયાં છે. જ્યારે દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 4 કરોડ 50 લાખ 65 હજાર 998 લોકોને રસી આપવામાં આવી છે.
પાછલા 24 કલાકમાં સૌથી વધુ મામલા મહારાષ્ટ્રથી સામે આવ્યા છે, જ્યાં 24કલાકમાં 30553 કેસ નોંધાયા છે, બીજા નંબર પર પંજાબ છે જ્યાં કુલ 2644 મામલા સામે આવ્યા છે. કેરળમાં 1875 મામલા સામે આવ્યા, કર્ણાટકમાં 1715 મામલા સામે આવ્યા અને ગુજરાતમાં 1580 મામલા સામે આવ્યા છે.
વિશ્વ જળ દિવસ પર જળ શક્તિ અભિયાનની શરૂઆત કરશે પીએમ નરેન્દ્ર મોદી