ભારત-અમેરિકામાં માનવાધિકાર પર ચર્ચા જ નથી થઈ, મીડિયા રિપોર્ટ્સમાં ખોટો દાવો કરાયોઃ સૂત્ર

|

અમેરિકાના રક્ષામંત્રી લૉયડ ઑસ્ટિન ભારતના પ્રવાસે છે અને ભારતના શીર્ષ નેતાઓ સાથે ભારત-અમેરિકા રક્ષા સંબંધને નવી ઉંચાઈઓ પર લઈ જવાની બંને દેશના નેતાઓ કોશિશ કરી રહ્યા છે. જ્યારે શીર્ષ સૂત્રોથી માલૂમ પડ્યું કે અમેરિકાએ ભારત સમક્ષ માનવાધિકારનો મુદ્દો જ નથી ઉઠાવ્યો. અને બંને દેશ વચ્ચે માનવાધિકારના મુદ્દે કોઈ વાત નથી થઈ.

માનવાધિકાર પર વાત નથી થઈ

નોંધનીય છે કે કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે અમેરિકી રક્ષા મંત્રી લૉયડ ઑસ્ટિને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સામે માનવાધિકારનો મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ ભારતના શીર્ષ સૂત્રોનું કહેવું છે કે બંને દેશ વચ્ચે માનવાધિકારના મુદ્દે કોઈ વાત નથી થઈ. સૂત્રો મુજબ માનવાધિકાર અને વૈલ્યૂઝ બંને દેશના સામૂહિક પ્રકૃતિ તરીકે ગણાય છે જ્યારે અફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યકોના માનવાધિકાર હનને લઈ બંને દેશ વચ્ચે વાતચીત થઈ છે. જણાવી દઈએ કે અમેરિકી સંસ્થા ફ્રીડમ હાઉસે ભારતના ફ્રીડમ ઈંડેક્સને ઘટાડી દીધો છે અને ભારતને 'આંશિક મુક્ત' શ્રેણીમાં રાખી દીધું છે અને ફ્રીડમ હાઉસને ધ્યાનમાં રાખતાં અમેરિકી સરકાર તરફથી દુનિયાના માનવાધિકાર પર નજર રાખવા માટે ફંડ આપવામાં આવે છે. આ હિસાબે કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે અમેરિકા ભારત સામે માનવાધિકારનો મુદ્દો ઉઠાવી શકે છે, જેને હવે શીર્ષ સૂત્રોએ ફગાવી દીધો છે. ભારત પહેલેથી જ ફ્રીડમ હાઉસનો રિપોર્ટ ફગાવી ચૂક્યું છે.

ભારતની સુરક્ષા પર વાત

ભારતીય સૂત્રો મુજબ અમેરિકી રક્ષામંત્રી લૉયડ ઑસ્ટિન સાથેની મુલાકાત દરમ્યાન ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે ઈન્ડો-પેસિફિકન ઉપરાંત પૂર્વી એશિયાના મુદ્દે વાત કરી. જ્યારે ભારતની સુરક્ષા અને સીમા પર બની રહેલા ખતરાને લઈને પણ બંને દેશ વચ્ચે વાતચીત કરાઈ છે. બંને દેશ વચ્ચે બદલાતા વૈશ્વિક હાલાત વચ્ચે યૂરોપ અને વેસ્ટ એશિયા પર પણ વાતચીત કરાઈ છે.

ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા બાદ જાણો આજે શું છે પેટ્રોલ અને ડીઝલના રેટ

જણાવી દઈએ કે અમેરિકાના રક્ષામંત્રી લૉયડ ઑસ્ટિન ત્રણ દિવસના ભારતના પ્રવાસ પર છે. સૌથી પહેલાં અમેરિકી રક્ષામંત્રીની મુલાકાત ભારતીય વડાપ્રધાન સાથે થઈ હતી અને કાલે ભારતીય એનએસએ અજીત ડોભલ અને ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે તેમની મુલાકાત થઈ હતી. અમેરિકી રક્ષામંત્રીના પ્રવાસમાં બંને દેશ વચ્ચે ડિફેંસ કૉર્ડિએશન વધારવાથી લઈ મિલિટ્રી ટૂ મિલિટ્રી એન્ગેજમેન્ટને વધુ ઉત્તેજન આપવા સહમતી થઈ છે.

More INDIA News