પ્રિયંકા ગાંધીએ પૂછ્યું- શું પીએમ મોદી ક્યારેય ચાના બગીચે ગયા છે?

|

આસામ વિધાનસભા ચૂંટણી 2021ને લઈને તમામ પાર્ટીઓએ પોત-પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. જ્યારે આસામમાં પોતાની ગુમાવેલી સત્તા પરત મેળવવા માટે રવિવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ જોરહાટ પહોંચી ગઈ. અહીં તેમણે ચૂંટણી રેલીને સંબોધિત કરતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તંજ કસ્યો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પૂછ્યું- શું પીએમ મોદી ક્યારેય ચાના બગીચે ગયા, ત્યાં મહિલા કાર્યકર્તાઓને મળ્યા? તા બગીચાના મજૂરોને રોજમદાર તરીકે 350 રૂપિયા પ્રતિ દિવસ આપવાનું વચન આપનાર પીએમ મોદીને શું ક્યારેય આ મજૂરોનું દર્દ મહેસૂસ ના થયું?

પોતાના ભાષણની શરૂઆત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું હું પાછલી વખતે જ્યારે આસામ આવી હતી ત્યારે મને ચાના બગીચામાં કામ કરતી મહિલાઓ સાથે મળવાનો મોકો મળ્યો હતો. ચાના બગીચામાં જ્યારે મેં મારી બહેનો સાથે વાત કરી ત્યારે મને ઘણી વસ્તુની ખબર પડી. જે હું પહેલાં નહોતી જાણતી. કહ્યું કે આસામની જે સંસ્કૃતિ છે તેના વિશે જે કોઈપણ નેતા આવે છે તે વાત કરે છે. પછી તે કોંગ્રેસ પાર્ટીના નેતા હોય, કે પછી ભાજપના. અમે બધા અહીં આવીને અમારાં મોટાં મોટાં ભાષણ આપીએ છીએ. ભાષણમાં કહીએ છીએ કે તમારી સંસ્કૃતિને બચાવનારા છીએ અમે.

પરંતુ જ્યારે ચાના બગીચે ગઈ અને મારી બહેનોને મળી તો મને અહેસાસ થયો કે તમારી સંસ્કૃતિની રખવાલી મારી સામે બેઠી હતી. જે ચાના બગીચામાં મહિલાઓ કામ કરે છે, જે મહિલાઓ દિવસ પર મજૂરી કરે છે. જે ઘર ગૃહસ્થી સંભાળે છે, એ મહિલાઓ જ આસામની મા છે. તે મહિલાઓ જ આસામની દીકરીઓ છે અને તે મહિલાઓ જ આસામની રખવાલી કરે છે. પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું- પીએમ મોદી કાલે ભારે ગંભીરતાથી ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કહી રહ્યા હતા કે હું બહુ મોટું દુખ છે જે તમારી સામે રાખવા માંગું છું.

આસામઃ પ્રિયંકા ગાંધી કરશે તાબડતોડ પ્રચાર, 2 દિવસમાં 7 જનસભા સંબોધશે

પ્રિયંકા ગાંધીએ કહ્યું- મેં વિચાર્યું કે બહુ ગંભીર વાત હશે, આસામના વિકાસની વાત હશે. પરંતુ બીજી ક્ષણ હું દંગ રહી ગઈ, જ્યારે પીએમ મોદીએ કહ્યું કે 22 વર્ષની મહિલાએ ટ્વીટ કર્યું હતું અને તેઓ તેમની સાથે ટ્વીટ વિશે ચર્ચા કરી રહ્યા હતા. એ દરમ્યાન પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે જ્યારે આસામમાં પૂર આવ્યું તો તેમને દુખ કેમ ના થયું. જ્યારે અહીં સીએએનું આંદોલન થયું, આસામમાં આગ લાગી ત્યારે પ્રધાનમંત્રીને દુખ કેમ ના થયું. તેઓ આસામની જનતા સામે કેમ ના આવ્યા, ત્યારે તેમણે પોતાનું દુખ કેમ વ્યક્ત ના કર્યું.

More PRIYANKA GANDHI News