પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 39 ઉમેદવારોની યાદી જાહેર કરી

|

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસે શનિવારે પોતાના 39 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા તબક્કામાં થનાર ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસી અને વિપક્ષી ભાજપનો મુકાબલો કરવા માટે વામ મોર્ચા અને આઈએસએફ સાથે ગઠબંધન કર્યું છે.

કોંગ્રેસે પાંચમા તબક્કા માટે સાત ઉમેદવારો, છઠ્ઠા તબક્કા માટે 12 ઉમેદવાર, આઠમા તબક્કા માટે 10 ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસે પોતાના 89 ઉમેદવારોની નામ જાહેર કરી દીધા છે. અગાઉ પાર્ટીએ 34, 13 અને ત્રણ ઉમેદવારોના નામ ત્રણ અલગ અલગ યાદીમાં જાહેર કર્યાં હતાં. વિધાનસભા ચૂંટણીમાં વામ દળ અને ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ સાથે ગઠબંધનમાં ઉતરી કોંગ્રેસ 92 સીટ પર ચૂંટણી લડી રહી છે.

અગાઉ કોંગ્રેસના પૂર્વ સાંસદ અભિજીત મુખરજીએ શનિવારે કહ્યું કે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં જો વામપક્ષ સાથે ગઠબંધન કર્યા વીના ચૂંટણી લડી હોત તો પાર્ટીનો વોટશેર વધ્યો હોત. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના દીકરા અભિજીતે કહ્યું કે તેમની પાર્ટીએ માત્ર વામ મોર્ચા સાથે ગઠબંધન કર્યું છે, અબ્બાસ સિદ્દીકીના આઈએસએફ સાથે નહિ.

'મુંબઈના પૂર્વ કમિશ્નર પરમવીર સિંહની ચિઠ્ઠી ખતરનાક’, રાજ ઠેકરેએ અનિલ દેશમુખનું રાજીનામું માંગ્યું

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 29 એપ્રિલ વચ્ચે આઠ તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે અને મતગણતરી બાકી ચાર રાજ્યો સાથે જ 2 મેના રોજ થશે. તારીખનું એલાન બાદ તૃણમૂલ કોંગ્રેસ સહિત કેટલાય વિપક્ષી દળોએ પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી કરાવવા પર શુક્રવારે સવાલ ઉઠાવ્યો છે. કેરળ અને તમિલનાડુમાં ચૂંટણી એક તબક્કામાં 6 એપ્રિલે થશે.

More WEST BENGAL ASSEMBLY ELECTION 2021 News