હાવી થઈ રહ્યો છે કોરોના વાયરસ, છેલ્લા 24 કલાકમાં મળ્યા 39726 નવા કેસ, સક્રિય કેસ પણ વધ્યા

|

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ એક વાર ફરીથી વિકરાળ સ્વરુપ લેતુ દેખાઈ રહ્યુ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 39,726 નવા દર્દી સામે આવ્યા છે જ્યારે 154 લોકોના મોત થયા છે. આ દરમિયાન અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસના 20654 દર્દી પણ રિકવર થયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,15,14,331 અને રિકવર થનાર દર્દીઓની સંખ્યા 1,10,83,679 થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દૈનિક કેસોમાં થઈ રહેલ વધારાના કારણે કોરોના વાયરસના સક્રિય કેસ વધીને 2,72,282 સુધી પહોંચી ગયા છે. આ સાથે જ આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનના આંકડા પણ જાહેર કર્યા છે. દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં અત્યાર સુધી 3,93,39,817 લોકોને કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

દિલ્લીમાં ઈમરજન્સી બેઠક, ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, ગુજરાત અને મધ્યા પ્રદેશ સાથ સાથે હવે દેશની રાજધાની દિલ્લીમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વધતા દર્દીઓને જોતા હાલમાં જ રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કોરોના વાયરસની રોકથામના નિયમો માટે કડકાઈ વધારી દેવામાં આવી છે. વળી, પંજાબ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઘણા મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. ગુરુવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી અને કોરોના વાયરસ માટે જરૂરી નિર્દેશ આપ્યા. દિલ્લીમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના વાયરસના કેસોમાં વધારો થય છે. બેઠક બાદ સીએમ કેજરીવાલે બધા લોકોને કોરોના વાયરસ વેક્સીન આપવાની માંગ ઉઠાવી.

ભગવાન ગણેશ નહોતા કરવા માંગતા લગ્ન, પછી કેવી રીતે થયા લગ્ન?

More CORONAVIRUS News