કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મંગળવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ચૂંટણી પંચના કામમાં દખલ દઈ રહ્યા છે. મમતા બેનર્જીના આ આરોપ પર હવે ચૂંટણી પંચે ટીએમસી પ્રમુખને પત્ર લખીને આકરો જવાબ આપ્યો છે. પોતાના પત્રમાં પંચે કહ્યુ કે ઈલેક્શન કમિશનને કોઈ પણ રાજકીય દળ સાથે આ રીતે જોડી દેવુ ખોટુ છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના બાંકુરામાં વ્હીલ ચેર દ્વારા રેલી કરી હતી જેમાં તેમણે અમિત શાહ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા.
મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા તરફથી પોલ પેનલે સીએમ મમતા બેનર્જીને લખેલ પત્રમાં કહ્યુ છે, 'દિલ્લી અને કોલકત્તામાં હાલના દિવસોમાં ટીએમસીના પ્રતિનિધિઓને મળવા છતાં, જો મુખ્યમંત્રી તરફથી એ કહેવામાં આવે છે કે ચૂંટણી કમિશ્નરે બધા રાજકીય દળોને મળવુ જોઈએ, તો એક સંસ્થા તરીકે આ પંચનુ મહત્વ ઘટાડવાની કોશિશ છે. ચૂંટણી પંચ પોતાના વલણ પર અડગ છે અને અમને કોઈ પણ રાજકીય દળ સાથે આ રીતે જોડવા ન જોઈએ.'
'ટીએમસી નેતાઓને હેરાન કરવાનુ ષડયંત્ર રચી રહ્યા છે અમિત શાહ'
ચૂંટણી પંચે પોતાના પત્રમાં આગળ લખ્યુ, 'જો મુખ્યમંત્રી આ મિથકને સતત જાળવી રાખવાની કોશિશ કરતા હોય તો એ ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે.' તમને જણાવી દઈએ કે મંગળવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘણી ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યુ કે વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહ ટીએમસી નેતાઓને હેરાન કરવાનુ ષડયંત્ર રચી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યુ કે હું એ પણ જાણવા માંગુ છે કે શું ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળમાં ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિર્દેશ લાવી રહ્યા છે?
બિગ બૉસ કપલ એજાઝ-પવિત્રા લગ્ન વિના રહેશે સાથે, જણાવ્યુ કારણ