નવી દિલ્લીઃ કોરોના સામે લડી રહેલ દેશમાં એક વાર ફરીથી વધતા કોરોના દર્દીઓએ પ્રશાસનના માથામાં દુઃખાવો પેદા કરી દીધો છે. ઘણા રાજ્યોના અમુક શહેરોમાં તો નાઈટ કર્ફ્યુ લગાવવાની નોબત આવી ગઈ છે. કોરોનાની લેટેસ્ટ સ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે પીએમ નરેન્દ્ર મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ વીડિયો કૉન્ફરન્સિંગ મીટિંગ સવારે 11 વાગે થશે. તમને જણાવી દઈએ કે દેશમાં રસીકરણ શરૂ થયા બાદ પહેલી વાર પીએમ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરશે.
તમને જણાવી દઈએ કે હાલમાં કોરોનાના દર્દીઓમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 24,492 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,14,09,832 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 131 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ત્યારબાદ કુલ મોતનો આંકડો 1,,58,856 સુધી પહોંચી ગયો છે જ્યારે ડિસ્ચાર્જ થયેલ કેસોની કુલ સંખ્યા 1,10,27,543 થઈ ગઈ છે.
20 હજારથી વધુ સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા લગભગ એક સપ્તાહથી કોરોનાના 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. દેશમાં સંક્રમણના કેસોમાંથી 61 ટકા કેસ માત્ર મહારાષ્ટ્રથી છે. કાલે રાતે જાહેર કરેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 17,864 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તમને જણાવી દઈએ કે ડેઈલી રિપોર્ટના આંકડા સૌથી વધુ છે. કેન્દ્રીય દળના રિપોર્ટમાં કહ્યુ છે કે મહારાષ્ટ્રમાં કોવિડ-19ની બીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. જો કે કેસને વધવાથી રોકવા માટે દરેક સંભવ કોશિશ કરવામાં આવી રહી છે.
રાજધાની દિલ્લીમાં 783 નવા કેસ મળ્યા
મહારાષ્ટ્ર ઉપરાંત ભારતમાં પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, દિલ્લી અને આંધ્ર પ્રદેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. પંજાબમાં 3,149, કર્ણાટકમાં 1,493, ગુજરાતમાં 1,324, છત્તીસગઢમાં 1,249, મધ્ય પ્રદેશમાં 1,074 અને તમિલનાડુમાં 1,026 કેસ સામે આવ્યા છે જ્યારે રાજધાની દિલ્લીમાં 783 નવા કેસ મળ્યા છે.
કેરળમાં કેટલી સીટો પર ખીલશે કમળ, ઓપિનિયન પોલથી ઉડી BJPની ઉંઘ