Covid-19 India: ભારતમાં એક દિવસમાં ફરીથી આવ્યા 24 હજારથી વધુ કોરોના કેસ, 131 લોકોના મોત

|

કોરોના વાયરસ અપડેટઃ ભારતમાં માર્ચની શરૂઆતથી જ કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે ભારતમાં કોરોના વાયરસની આ બીજી લહેર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા જાહેર કરેલ મંગળવાર(16 માર્ચ)ના આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24,491 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 131 લોકોના મોત થયા છે. એક દિવસમાં સામે આવેલ 24,492 નવા કોવિડ-19 કેસો બાદ દેશમાં કુલ કોરોના સંક્રમિતોના પૉઝિટીવ કેસોની સંખ્યા 1,14,09,831 થઈ ગઈ છે. વળી, દેશમાં હવે કોરોનાથી મરનારની સંખ્યા 1,58,856 થઈ ગઈ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 20,191 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોની કુલ સંખ્યા હાલમાં 2,23,432 છે. વળી, કોરોનાથી રિકવર થનાર લોકોની કુલ સંખ્યા 1,10,27,543 થઈ ગઈ છે.

દેશમાં 16 માર્ચ સવારે 8 વાગ્યા સુધીના આંકડા મુજબ અત્યાર સુધી 3,29,47,432 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં કોરોના વેક્સીનેશન રાઉન્ડ-2ની શરૂઆત 1 માર્ચથી થઈ છે. રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ જે કોઈ ગંભીર બિમારીથી પીડિત છે તેમને વેક્સીન આપવામાં આવી રહી છે. 15 માર્ચ મુજબ મંગળવારે નવા કોરોના કેસોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

ભારતમાં 15 માર્ચે એક દિવસમાં કોરોનાના 26,291 નવા કેસ સામે આવ્યા હતા અને 118 લોકોના મોત થયા હતા. ભારતમાં છેલ્લા લગભગ એક સપ્તાહમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. દેશમાં સંક્રમણના કેસોમાંથી 61 ટકા કેસ માત્ર મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્ર ઉપરાંત ભારતમાં પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, દિલ્લી અને આંધ્ર પ્રદેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.

એપ્રિલમાં ભારત પ્રવાસે આવી રહ્યા છે બ્રિટનના PM બોરિસ જૉનસન

More CORONAVIRUS News