ચીન સામે બ્રિટન
ભલે બ્રિટન ચીન સાથે સીમા શેર ન કરતુ હોય પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધ સારા નથી. બ્રિટન પણ ચીનથી પરેશાન છે. ચીન સામે બ્રિટન પોતાનુ સૌથી મોટુ એરક્રાફ્ટ કેરિયર ઈંડો-પેસિફિકમાં મોકલી ચૂક્યુ છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચીન વિશે મહત્વની વાતચીત થઈ શકે છે. વળી, તાઈવાન માટે ચીનના વલણથી પણ બ્રિટન ઘણુ નારાજ છે. બ્રિટને તાઈવાનની પ્રમુખ હસ્તીઓ અને વેપારીઓ માટે વિઝા પૉલિસી બદલી દીધી હતી અને મોટી સંખ્યામાં તાઈવાનના વેપારી ભાગીને ઈંગ્લેન્ડ ગયા છે. માટે માનવામાં આવી રહ્યુ છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચીન માટે સંયુક્ત રણનીતિ બની શકે છે.
વેપાર પર વાતચીત
બ્રિટન યુરોપિયન યુનિયનથી બહાર આવી ચૂક્યુ છે અને ઈયુથી બહાર આવ્યા બાદ બોરિસ જૉનસન પહેલો વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. માટે બ્રિટનનો એક મોટો ઉદ્દેશ વેપારને પ્રોત્સાહન આપવાનો પણ છે. માનવામાં આવી રહ્યુ છે કે બંને દેશો વચ્ચે વેપાર માટે ઘણી સમજૂતીઓ થઈ શકે છે. વળી, ઈંડો-પેસિફિકમાં બ્રિટન પણ પોતાના પ્રભાવનો વિસ્તાર કરવા માંગે છે અને તેના માટે બ્રિટનને સૌથી વધુ ભારતની જરૂર છે. માટે જૉનસનની વિદેશ નીતિમાં ભારત સૌથી વધુ મહત્વનુ છે અને માટે યુરોપિયન યુનિયનથી નીકળ્યા બાદ સૌથી પહેલા પ્રવાસ ભારતનો કરી રહ્યા છે.
બ્રિટન માટે સંભાવનાઓ
યુરોપિયન યુનિયનથી બહાર આવ્યા બાદ બ્રિટન પોતાના માટે દુનિયાના અલગ અલગ ભાગોમાં વ્યાપારિક સંભાવનાઓ શોધી રહ્યુ છે અને દુનિયામાં ભારતથી મોટુ બજાર બીજુ કોઈ નથી. ચીન લોકતાંત્રિક દેશ નથી અને બ્રિટન અને ચીન વચ્ચે સંબંધો સારા નથી. એવામાં ભારત સાથે આવીને બ્રિટનના પ્રધાનમંત્રીની નજર બે તરફ છે. તે ચીનને કડક સંદેશ આપવાની કોશિશ પણ કરી રહ્યા છે. તો બીજી તરફ ભારત સાથે વ્યાપારિક સંબંધને મજબૂત કરવાની દિશામાં મોટુ પગલુ પણ લઈ રહ્ય છે. ચીન સામે પહેલા જ ભારત, ઑસ્ટ્રિયા, જાપાન અને અમેરિકાનુ ક્વૉડ બની ચૂક્યુ છે જે ઘણુ ઝડપથી કામ કરી રહ્યુ છે. માટે બ્રિટન ક્વૉડનો પણ ફાયદો લેવા માંગે છે. ભારત અને બ્રિટનના સંબંધ ઘણા સારા રહ્યા છે માટે ભારતને પણ બ્રિટનથી ઘણા વ્યાપારિક ફાયદા થઈ શકે છે.
સરકારનો નવો આદેશ, કોરોના ગાઈડલાઈન્સનુ કર્યુ ઉલ્લંઘન તો સીલ થશે હોટલ અને થિયેટર