એશિયા માટે વેક્સીન પૉલિસી
કોરોના વાયરસથી ત્રસ્ત એશિયાઈ દેશોને વાયરસના પ્રકોપથી બહાર લાવવા માટે ક્વૉડની બેઠકમાં એક અબજ વેક્સીનનો ડોઝ એશિયાઈ દેશોમાં એક વર્ષની અંદર પહોંચાડવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે વર્ષ 2022ના અંત સુધીમાં બધા એશિયાઈ દેશોમાં વેક્સીન પહોંચાડી દેવામાં આવશે. ભારતીય વિદેશ સચિવે કહ્યુ કે વેક્સીન ઉત્પાદન, પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન માટે ક્વૉડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા છે. ક્વૉડની બેઠકમાં ચારે દેશે નક્કી કર્યુ છે કે ચીનની વેક્સીન ડિપ્લોમસી સામે ક્વૉડ દેશોએ એશિયાઈ દેશો સુધી વેક્સીન પહોંચાડવાનુ લક્ષ્ય રાખ્યુ છે. સાઉથ ઈસ્ટ એશિયાઈ દેશો ઉપરાંત વિશ્વના એ દેશોમાં પણ વેક્સીનની સપ્લાઈ કરવામાં આવશે જે જરૂરિતાયમંદ હશે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાના જણાવ્યા મુજબ આ નિર્ણય ઘણો વધુ લાભદાયક સાબિત થવાનો છે.
ચીનની વેક્સીન નીતિને કાઉન્ટર
ચીન પણ પોતાની વેક્સીન ડિપ્લોમસી ચલાવી રહ્યુ છે. પરંતુ ચીન ઘણી ઓછી માત્રામાં વેક્સીનનો ડોઝ પોતાના મિત્ર દેશોને આપી રહ્યો છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ ચીને પાકિસ્તાનને માત્ર 5 લાખ વેક્સીનનો ડોઝ આપ્યો છે. જ્યારે ક્વૉડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે એક અબજ વેક્સીન ડોઝ એશિયાઈ દેશોમાં ખાસ કરીને ઈન્ડો પેસિફિક રીજનમાં આવતા દેશોને મફતમાં વહેંચવામાં આવશે. ભારતીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ કે, 'કોરોના વેક્સીનના પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન અને સપ્લાઈનો ખર્ચ ક્વૉડના ચારે દેશ એક સાથે ઉઠાવવા માટ તૈયાર થયા છે. ચારે દેશ વેક્સીન નિર્માણ માટે સપ્લાય સુધીનુ કામ સામૂહિક રીતે કરશે.' ભારત તરફથી કહેવામાં આવ્યુ છે કે જલ્દીમાં જલ્દી દરેક વ્યક્તિ સુધી વેક્સીન પહોંચાડી દેવાથી કોરોના વેક્સીનથી મુક્તિ મેળવવામાં મદદ મળશે અને મહામારી બાદ ઉપજેલ સ્થિતિ સામે લડવામાં ઓછો સમય લાગશે. અમેરિકામાં નિર્મિત જૉનસન એન્ડ જૉનસન વેક્સીનનુ ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે જેમાં આર્થિક મદદ અમેરિકા કરશે.
વેક્સીન ઉત્પાદન માટે પ્લાનિંગ
ક્વૉડની બેઠકમાં ચારે દેશોએ નક્કી કર્યુ છે કે ભારતમાં વેક્સીનુ ઉત્પાદન ઘણુ ઝડપથી થાય છે અને ભારત વેક્સીનનો સૌથી મોટા નિર્માતા પણ છે માટે વેક્સીન ઉત્પાદનની જવાબદારી ભારતને આપવામાં આવી છે. જ્યારે વેક્સીન ઉત્પાદનમાં આવનારા ખર્ચનુ વહન અમેરિકા કરશે. વળી, જાપાનની જાપાન બેંક ઑફ ઈન્ટરનેશનલ પણ વેક્સીન ઉત્પાદનમાં આવતા ખર્ચમાં પોતાની ભાગીદારી નિભાવશે. જ્યારે ઑસ્ટ્રેલિયા વેક્સીન ઉત્પાદનથી ડિસ્ટ્રીબ્યુશનમાં શામેલ લોકોને ટ્રેનિંગ આપવા સાથે વેક્સીન દરેક વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચે એ કામને સંભાળવાનુ કામ કરશે. ક્વૉડ દ્વારા ઉત્પાદિત વેક્સીન પહેલા ઈંડો પેસિફિક દેશોને પહેલા મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઈંડો પેસિફિક રીજનમાં 38 દેશ છે.