NASAના રોવરે મંગળ ગ્રહ પર કરી પહેલી ડ્રાઈવ, મોકલ્યો 33 મિનિટનો ચોંકાવનારો વીડિયો

|

વૉશિંગ્ટનઃ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનુ અંતરિક્ષ યાન એટલે કે રોવર પર્સિવિયરન્સે મંગળ ગ્રહથી પોતાની પહેલી ડ્રાઈવનો વીડિયો મોકલ્યો છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ 33 મિનિટના રોવરને લાલ ગ્રહ પર પહેલી ડ્રાઈવનો ચોંકાવનારો વીડિયો જાહેર કર્યો છે. બે સપ્તાહ પહેલા રોવર પર્સિવિયરન્સ મંગળ ગ્રહની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યુ હતુ. નાસાએ જણાવ્યુ કે રોવરે પોતાની પહેલી ડ્રાઈવ 4 માર્ચે કરી છે. જેનો રસ્તો 6.5 મીટરનો હતો. નાસા રોવરની આ ડ્રાઈવને પહેલા મોબિલિટી ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે. નાસાએ મંગળ ગ્રહના જેરો ક્રેટરમાં અડધો કલાક ફર્યુ. કહેવાય છે કે લાલ ગ્રહના જેરો ક્રેટર ક્ષેત્રમાં પહેલા ક્યારેય ઝીલ અને નદીના ડેલ્ટા હતા. મંગળના જેરો ક્રેટરમાં ઉતરેલુ રોવર અહીં પ્રાચીન જીવનની શોધમાં ગયુ છે.

નાસાએ જણાવ્યુ છે કે રોવર પોતાની પહેલી ટ્રિપ દરમિયાન લગભગ 33 મિનિટ સુધી ફરતુ રહ્યુ જેમાં તે સૌથી પહેલા 4 મીટર આગળ અને ત્યારબાદ ડાબી તરફ વળ્યુ અને પછી 2.5 મીટર ગયુ. નાસાની ટીમના સભ્યના જણાવ્યા મુજબ રોવરની દરેક સિસ્ટમ અને ઈન્સ્ટ્રુમેન્ટને ચેક કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેને કેલિબરેટ કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે જ્યારે રોવર વૈજ્ઞાનિક શોધ કરવા લાગશે તો તે 200 મીટર સુધી ચાલ્યા કરશે.

નાસાએ જણાવ્યુ કે આ રોવરનુ ટાયર ચલાવવા અને ફરાવવાનો પહેલો મોકો હતો. પરંતુ અમને એ વાતનો વિશ્વાસ નહોતો કે 6 પૈડાના રોવરની ડ્રાઈવ આટલી સારી હશે. હવે અમારી ટીમમાં ડ્રાઈવ સિસ્ટમ માટ વિશ્વાસ થઈ ગયો છે. તેમણે કહ્યુ કે આ મોબિલીટી ટેસ્ટના ફોટા અન વીડિયો જોવો ઘણો રોમાંચક છે.

'વેક્સીન પ્રમાણપત્રમાંથી હટાવવામાં આવે પીએમ મોદીનો ફોટો'

More NASA News