CM અરવિંદ કેજરીવાલનુ મોટુ એલાન, દિલ્લીનુ હશે પોતાનુ અલગ શિક્ષણ બોર્ડ

|

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કેબિનેટની બેઠકમાં મોટુ એલાન કર્યુ છે. તેમણે દિલ્લીના પોતાના અલગ શિક્ષણ બોર્ડના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. સીએમ કેજરીવાલે જણાવ્યુ કે આજે અમે દિલ્લીની કેબિનેટ બેઠકમાં દિલ્લી બોર્ડ ઑફ સ્કૂલ એજ્યુકેશનની રચનાને મંજૂરી આપી દીધી છે. જેને આંતરરાષ્ટ્રીય સ્તરનુ બોર્ડ બનાવવામાં આવી રહ્યુ છે. ઈન્ટરનેશનલ પ્રેકટીસને અમે સ્કૂલો અને બોર્ડમાં લઈને આવીશુ.

દિલ્લી સીએમના જણાવ્યા મુજબ આ વર્ષે 20-25 સરકારી સ્કૂલોને આ બોર્ડમાં શામેલ કરવામાં આવશે. સાથે જ આશા જગાવતા કહ્યુ કે આગામી 4-5 વર્ષમાં સ્વેચ્છાએ બધી સરકારી, ખાનગી સ્કૂલ બોર્ડમાં શામેલ થઈ જશે. સાથે જ તેમણે કહ્યુ કે આ બોર્ડ 3 લક્ષ્ય પૂરા કરશે. અમારે એવા બાળકો તૈયાર કરવા છે જે કટ્ટર દેશભક્ત હોય, જે આવનારા સમયમાં દરેક ક્ષેત્રમાં દેશની જવાબદારી પોતાના ખભે ઉઠાવવા માટે તૈયાર હોય. આપણા બાળકો સારા માનવી બને અને આ બોર્ડ બાળકોને પોતાના પગે ઉભા રહેવા માટે તૈયાર કરશે.

અત્યાર સુધી દિલ્લીમાં માત્ર CBSE અને ICSE બોર્ડનો અભ્યાસ થાય છે ત્યારબાદ વિદ્યાર્થીઓ દિલ્લી બોર્ડની સંબદ્ધ સ્કૂલોમાં દિલ્લી બોર્ડ તરફથી પ્રસ્તાવિત પાઠ્યક્રમમાં પણ અભ્યાસ કરી શકશે. કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી કેજરીવાલે મીડિયાને જણાવ્યુ કે દેશના બીજા રાજ્યોમાં પણ તેમના અલગ બોર્ડ છે. આ રીતે જ દિલ્લીનુ પણ પોતાનુ બોર્ડ તૈયાર કરવામાં આવશે જેનો અભ્યાસ આ વર્ષથી જ શરૂ કરવામાં આવશે.

કોંગ્રેસે શેર કરેલ ફોટો આસામના ચાના બગીચાનો છે? જાણો સત્ય

More ARVIND KEJRIWAL News