TIME મેગેઝીનના કવર પર દેખાઈ ખેડૂત આંદોલનમાં શામેલ મહિલાઓ, ટેગ લાઈન છે - 'મને ડરાવી કે ખરીદી નહિ શકાય'

|

નવી દિલ્લીઃ ટાઈમ મેગેઝીને પોતાના ઈન્ટરનેશનલ કવરમાં ભારતના ખેડૂત આંદોલનમાં શામેલ મહિલાઓને સ્થાન આપ્યુ છે. ટાઈમ મેગેઝીને આ વખતે પોતાનુ કવર પેજ દિલ્લીની સીમાઓ પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનનુ નેતૃત્વ કરી રહેલી મહિલાઓને સમર્પિત કર્યુ છે. ટાઈમ મેગેઝીને નવા ઈન્ટરનેશનલ કવર પર ટેગલાઈન લખી છે, 'મને ડરાવી શકાતી નથી અને મને ખરીદી શકાતી નથી.' ભારતના ખેડૂતોના વિરોધનુ નેતૃત્વ કરનારા મહિલાઓ. કવર પેજ પર ખેડૂત આંદોલનમાં શામેલ અમુક મહિલા ખેડૂતોને તેમના નાના બાળકો સાથે બતાવવામાં આવી છે. મહિલાઓ નાના બાળકોને ખોળામાં લઈને સૂત્રોચ્ચાર કરતી દેખાય છે. કવર પર મહિલા ખેડૂતોને ખેડૂત આંદોલનની ફ્રંટલાઈનર ગણવામાં આવી છે.

'ટાઈમનુ નવુ ઈન્ટરનેશનલ કવર'

ટાઈમ મેગઝીને પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લખ્યુ છે, 'ટાઈમનુ નવુ ઈન્ટરનેશનલ કવર.' ટાઈમ મેગેઝીને કવરમાં જે મહિલાઓને સ્થાન આપ્યુ છે તેમાં 41 વર્ષીય અમનદીપ કૌર, ગુરમર કૌર, સુરજીત કૌર, જસવંત કૌર, સરજીત કૌર, દિલબીર કૌર, બિંદુ અમ્મા, ઉર્મિલા દેવી, સાહુમતિ પાધા, હીરાથ ઝાડે, સુદેશ ગોયત શામેલ છે. આ મહિલાઓમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની વધુ મહિલાઓ છે.

મહિલાઓએ સંભાળ્યો ખેડૂત આંદોલનનો મોરચો

ટાઈમ મેગેઝીને પોતાના લેખમાં લખ્યુ છે કે કેવી રીતે ભારતની મહિલા ખેડૂતોએ કૃષિ બિલ સામે પોતાનુ આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે. તેમણે પોતાના લેખમાં લખ્યુ છે કે કેવી રીતે મહિલાઓએ સરકારના કહ્યા બાદ પણ દિલ્લીની સીમાઓ પર ખેડૂત આંદોલનનો મોરચો સંભાળ્યો છે.

ઈન્ટરનેશનલ લેવલે ઘણી સેલિબ્રિટીઓનો સાથ મળ્યો

તમને જણાવી દઈએ કે ગયા મહિને ભારત ખેડૂત આંદોલનને ઈન્ટરનેશનલ લેવલે ઘણી સેલિબ્રિટીઓનો સાથ મળ્યો. અમેરિકન પૉપ સ્ટાર રિહાના બાદ ઘણી સેલિબ્રિટીઓએ ભારતના ખેડૂત આંદોલનનુ ખુલીને સમર્થન કર્યુ. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગના ખેડૂત આંદોલન સમર્થિક ટ્વિટ પણ છવાયેલુ રહ્યુ. ભારતના કલાકાર પણ ખેડૂત આંદોલન માટે બે સમૂહો પર વહેંચાયેલા દેખાયા. જો કે મોટાભાગના લોકોએ વિદેશી સ્ટાર્સનુ ખેડૂત આંદોલન પર ટિપ્પણી કરવાનો યોગ્ય ન ગણાવ્યુ.

ભારતની ત્રણ IITએ દુનિયાની ટૉપ 100 યુનિવર્સિટીમાં બનાવી જગ્યા

More FARMERS PROTEST News