માર્ચમાં તપી રહી છે દિલ્લી
IMDએ પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે હવામાનની સ્થિતિ હવે આ જ રહેવાની છે અને દિલ્લી-એનસીઆર સહિત બધી જગ્યાએ હવે ખૂબ જ ગરમી પડશે. દિલ્લીમાં આવતા સપ્તાહે પારો 34 ડિગ્રીની આસપાસ જ રહેશે. વળી, નોઈડા-ગાઝિયાબાદનો પારો આનાથી પણ વધુ રહી શકે છે. માત્ર દિલ્લી જ નહિ યુપી-એમપીમાં પણ ગરમી પડશે પરંતુ બિહાર બંને રાજ્યોની અપેક્ષાઓ થોડુ ઓછુ ગરમ રહેશે.
9 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ
દિલ્લીમાં જ્યાં એક તરફ ખૂબ ગરમી પડી રહી છે ત્યાં બીજી તરફ યુપી, એમપી, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ત્રણ દિવસ માટે એલર્ટ પહેલેથી જ જાહેર કરી છે. વિભાગનુ કહેવુ છે કે પાકિસ્તાનથી આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલમાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સ્થિતિ બનેલી છે. પહાડો પર પણ ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા અને વરસાદના અણસાર છે.
આ વખતે ખૂબ પડશે ગરમી
ઉલ્લેખનીય છે કે આઈએમડીએ પોતાના પૂર્વાનુમાનમાં પહેલેથી કહી રાખ્યુ છે કે આ વખતે માર્ચમાં જ ભીષણ ગરમી પડવાના અણસાર છે. હવામાન વિભાગે કહ્યુ કે વિષુવૃત્તીય પ્રશાંત ક્ષેત્રની ઉપર મધ્યમ લા નીનાની સ્થિતિ બનેલી છે જેના કારણે આ વખતે ગરમી ખૂબ જ પડવાની છે. વળી, બીજી તરફ આઈએમડીએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે વર્ષ 1901થી લઈને 2021 વચ્ચે આખા ભારતમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 14.78 ડિગ્રી સેલ્સિયસ હતુ. જાન્યુઆરીનુ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હતુ અને આ અત્યાર સુધીનો સૌથી ગરમ જાન્યુઆરી હતો.