નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ ફરીથી વધી રહ્યા છે. શુક્રવારે( 5 માર્ચ) ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 16,838 નવા કેસ સામે આવ્યા છે અને 113 મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 13,819 લોકો રિકવર થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી શુક્રવારે સવારે આઠ વાગે જાહેર કરેલ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 113 વધુ દર્દીઓના સંક્રમણથી મોત થયા છે અને મૃતકની સંખ્યા વધીને 1,57,548 થઈ ગઈ છે. વળી, 24 કલાકમાં કોરોનાના 16,838 નવા કેસ આવ્યા બાદ કુલ સંખ્યા 1,08,39,894 સંખ્યા 1,11,73,761 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે 1,76,319 છે અને ડિસ્ચાર્જ થઈને રિકવર થઈ ચૂકેલા કેસોની કુલ સંખ્યા 1,08,39,894 છે.
દેશમાં અત્યારે 1,76,319 લોકોનો કોરોના સંક્રમણનો ઈલાજ ચાલી રહ્યો છે. જે કુલ કેસોના 1.59 ટકા છે. દેશમાં કોરોના દર્દીઓની રિકવરી દર 97.03 ટકા થઈ ગઈ છે. વળી, કોરોનાથી મૃત્યુદર 1.41 ટકા છે. દેશમાં વર્ષ 2020ના 7 ઓગસ્ટના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખ હતી જે 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ થઈ અને 5 સપ્ટેમ્બર 2020એ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, 16 સપ્ટેમ્બરે કોવિડ-19ના કેસ દેશમાં 50 લાખને પાર જતા રહ્યા હતા અને 28 સપ્ટેમ્બરે 60 લાખને પાર.19 ડિસેમ્બરે દેશમાં કોરોના કેસ એક કરોડને પાર જતા રહ્યા હતા.
કોરોના વેક્સીનેશન અભિયાન
ભારતમાં 1 માર્ચથી કોરોના વેક્સીનેશન અભિયાનના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. દેશમાં અત્યાર સુધી કુલ 1,80,05,503 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરી 2021થી થઈ હતી. જેમાં હેલ્થ વર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને રસી મૂકવામાં આવી હતી. વેક્સીનેશન રાઉન્ડ-2માં 60 વર્ષને પાર કે પછી 45 વર્ષની ઉંમરને પાર જેમને કોઈ ગંભીર બિમારી છે તેમને કોરોના વાયરસની વેક્સીન મૂકવામાં આવી રહી છે. જો તમે આ વેક્સીન સરકારી હોસ્પિટલમાં મૂકાવો તો તે ફ્રીમાં આપવામાં આવી રહી છે પરંતુ જો તમે ખાનગી હોસ્પિટલમાં જશો તો તમને 300 રૂપિયા ચૂકવવા પડશે.
9 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ પરંતુ તપી રહી છે દિલ્લી