અરવિંદ કેજરીવાલ સરકારના કામકાજથી કર્ણાટક હાઈકોર્ટ પણ પ્રભાવિત થઈ છે. જણાવી દઈએ કે કર્ણાટક હાઈકોર્ટે સરકારને દિલ્હી સરકારની નીતિ પર વિચાર કરવાનો આદેશ આપ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી સરકારે પાછલા વર્ષે મુખ્યમંત્રી અધિવક્તા કલ્યાણ યોજના લાગૂ કરી. જે બાદથી મુખ્યમંત્રી અધિવક્તા કલ્યાણ યોજનાનો લાભ દિલ્હીમાં રહેતા 29077 અધિવક્તાઓને મળી રહ્યો છે. હવે કર્ણાટક હાઈકોર્ટે કર્ણાટક સરકારને પૂછ્યું કે શું દિલ્હી સરકારની જેમ કોઈ ઈન્શ્યોરન્સ કંપની સાથે મળીને આવી જ કોઈ યોજના પર કામ કરી શકાય છે? હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે અને કેન્દ્ર સરકાર પાસે પણ આ મામલે જવાબ માંગ્યો છે.
મંગળવારે કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે બાર એસોસિએશન, રાજ્ય સરકારના અધિકારીઓ, એલઆઈસી અને ચાર સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવે. જેમાં માલૂમ કરવામાં આવે કે શું દિલ્હી સરકારની જેમ વકીલોના લાભ માટે કોઈ યોજના બનાવી શકાય કે નહિ.
મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયમૂર્તિ અરવિંદ કુમારની ખંડપીઠે રાજ્ય સરકારને પૂછ્યું કે દિલ્હી સરકારની જેમ ભારતીય જીવન વીમા નિગમ અથવા અન્ય કોઈ વીમા કંપની સાથે મળી કામ કરી શકાય છે? હાઈકોર્ટે આદેશમાં કહ્યું કે રાજ્ય સરકારે બારના પાત્ર સભ્યો માટે ઉપરોક્ત યોજના બનાવવા પર વિચાર કરવાનો રહેશે. કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. આની સાથે જ કેન્દ્ર સરકારને પણ કહ્યું કે તેઓ જણાવે કે શું કાનૂની મામલાના વિભાગ દ્વારા કોઈ સમિતિ રચવામાં આવી છે અથવા કોઈ ભલામણ કરવામાં આવી છે જેથી વકીલોને વીમા પ્રદાન કરવા માટે યોજના બનાવી શકાય.
જણાવી દઈએ કે દિલ્હીમાં મુખ્યમંત્રી અધિવક્તા કલ્યાણ યોજનાનો લાભ દિલ્હીમાં રહેતા 29077 વકિલોને મળી રહ્યો છે. વીમા યોજના અંતર્ગત વકીલોને ચિકિત્સા અને જીવન વીમાને સુવિધા મળી રહી છે.