'આ એક નિરંકુશ શાસન છે'
પોતાના ટ્વિટમાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ, 'આશા રાખુ છુ કે આપણા દેશના ઈનકમ ટેક્સ વિભાગને સરકારી ગુલામીમાંથી જલ્દી મુક્તિ મળી જશે. ઈડી અને સીબીઆઈ માટે પણ હું હાથ જોડીને આવી જ પ્રાર્થના કરુ છુ. ' મહારાષ્ટ્રની મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતિ ઠાકુરે કહ્યુ, 'તે (ભાજપ) એટલા પ્રતિશોધ સાથે કામ કરે છે. તે નથી ઈચ્છતા કે કોઈને પણ લોકતંત્રને આપવામાં આવેલી સ્વતંત્રતાનો આનંદ મળી શકે. તેમના માટે આ એક નિરંકુશ શાસન છે અને જે પણ તે કહે છે તે સાચુ છે અને જે લોકો તે જનતા કંઈ પણ કહેવા માંગે છે કે ખોટુ છે.'
સાચી વાત કરનારને આ રીતે દબાવાય છે
પીડબ્લ્યુડી મંત્રી અશોક ચવ્વાણે કહ્યુ કે આમાં કોઈ નવી વાત નથી. આપણે ઘણી વાર આવુ થતા જોઈ રહ્યા છે. જે લોકો સાચી વાત સામે રાખે છે તેમને આ રીતે દબાવવામાં આવી રહ્યા છે. તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ ઈનકમ ટેક્સ વિભાગની આ કાર્યવાહીની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે આ હંમેશા બૉલિવુડના એ હિસ્સા સાથે થાય છે જે હંમેશા સરકાર સામે ઉભો રહે છે.
જાણો કેમ થઈ રહી છે તાપસી પન્નૂ અને અનુરાગ કશ્યપના ઘરે રેડ?
બુધવારે(3 માર્ચે) તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપના ઘરે અને કાર્યાલયમાં આવકવેરા વિભાગની રેડ ફેંટમ ફિલ્મ્સ સામે ટેક્સ ચોરીના આરોપમાં કરવામાં આવી. અધિકારીઓએ કહ્યુ કે રેડ મુંબઈ અને પૂણેમાં 30 અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે. જેમાં રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ગ્રૂપના સીઈઓ શુભાશિષ સરકાર અને સેલિબ્રિટી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની કેડબ્લ્યુએએનના અમુક અધિકારીઓ પણ શામેલ છે. રેડ સવારથી રાત સુધી ચાલી. તાપસી પન્નુ અને અનુરાગ હાલમાં બંને પૂણેમાં શૂટિંગ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે રેડ દરમિયાન બંનેની પૂછપરછ પણ કરવામાં આવી છે.
લાઈવ કરતા કરતા અચાનક સૂઈ ગઈ ઈન્ફ્લુએંઝર, ઝડપથી વધ્યા વ્યૂઝ અને થઈ સારી કમાણી