સેનાના ઉત્તરી કમાનથી સંવેદનશીલ ઑપરેશનલ ડેટા થયો લીક, 3 જવાનોની શોધ

|

ઉધમપુરઃ ભારતીય સેનાના ઉધમપુરમાં ઉત્તરી કમાન મુખ્યાલયથી સંવેદનશીલ ઑપરેશનલ ડેટા લીક થયાના સમાચાર સામે આવ્યા છે. આ મામલાની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન પાકિસ્તાની ખુફિયા એજન્સીઓ સાથે જોડાયેલુ એક ડ્રગ રેકેટ પણ સામે આવ્યુ છે. શરૂઆતની તપાસમાં ત્રણ જવાનોની કથિત જોડાણની વાત સામે આવી રહી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે જ્યારે એ ત્રણ જવાનોમાંથી એક ઉધમપુરમાં હતો તો કથિત રીતે મુખ્યાલયમાં ઑપરેશનલ ડેટા સુધી તેની પહોંચ હતી. બાકીના બે અન્ય જવાન અલગ અલગ બટાલિયથી હતા અને ક્યાંક બીજે તૈનાત હતા. સૂત્રોએ કહ્યુ કે ત્રણ જવાન એકબીજાના સંપર્કમાં છે અને યોજના બનાવી રહ્યા છે.

શરૂઆતની તપાસમાં એ પણ જાણવા મળ્યુ છે કે ડ્રગ રેકેટમાં કમસે કમ બે જવાનોની ભૂમિકા હતી. ખુફિયા એજન્સીઓની તપાસમાં એ વાત સામે આવી છે કે ખરીદાર અને લેણદાર બનીને દવા માર્ગના માધ્યમથી પાકિસ્તાની ખુફિયા સંચાલકોએ કથિત રીતે ખુફિયા માહિતી ભેગી કરવાની કોશિશ કરી છે. તમને જણાવી દઈએ કે 16 કોરના જનરલ ઑફિસર કમાંડિંગ બે મેજર જનરલો સાથે સાથે તપાસ દળના સભ્ય તરીકે તપાસ દળના પીઠાસીન અધિકારી છે.

એક કેન્દ્રીય ખુફિયા એજન્સીના સૂત્રોએ જણાવ્યુ કે પાકિસ્તાની લિંક સાથે નશીલી દવાઓના વેપારની તપાસ દરમિયાન ઑપરેશનલ ડેટા લીક થવાની વાત સામે આવી છે. ઉત્તરી કમાન સાથે સંબંધિત કથિત રૂપે સંવેદનશીલ ઑપરેશનલ ડેટાવાળી માહિતીને એજન્સીએ એક પેન ડ્રાઈવમાં ઈન્ક્રિપ્ટ કરી હતી.

સૂત્રોએ જણાવ્યુ કે આ મામલા વિશે મિલિટ્રી ઈન્ટેલીજન્સને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા અને જણાવવામાં આવ્યુ છે કે આમાં ત્રણ જવાનો સંકળાયેલા છે. મામલાની આગળની તપાસ ચાલુ છે. બાકી આની સાથે જોડાયેલ કેટલા લોકો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. દિલ્લીના એક વરિષ્ઠ સેના અધિકારીએ આ મામલે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યુ છે કે મામલાની તપાસ ચાલુ છે અને તપાસથી ડેટા લીક સંબંધિત બધા વિવરણ ટૂંક સમયમાં સામે આવશે.

Prayagraj: એસટીએફ સાથે અથડામણમાં અંસારી ગેંગના બે શૂટર ઠાર

More INDIAN ARMY News