કોરોના વેક્સીનેશન રાઉન્ડ-2ના પહેલા દિવસે 29 લાખ લોકોએ CoWIN પર કરાવ્યુ રજિસ્ટ્રેશનઃ આરોગ્ય મંત્રી

|

નવી દિલ્લીઃ ભારતમાં એક માર્ચથી કોરોના વાયરસના રસીકરણના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. દેશભરમાં કોવિડ-19 વેક્સીનેશન રાઉન્ડ-1ની શરૂઆત 16 જાન્યુઆરીએ થઈ હતી જેમાં કોરોના વૉરિયર્સ અને ફ્રંટલાઈન વર્કસને વેક્સીન લગાવવામાં આવી હતી. પરંતુ રસીકરણના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બિમારીથી ગ્રસ્ત લોકોને વેક્સીન લગાવવામાં આવશે. આ વિશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક મીડિયા ચેનલ સાથે વાત કરીને જણાવ્યુ કે કોરોના વેક્સીનેશન રાઉન્ડ-2ના પહેલા દિવસે 29 લાખ લોકોએ કોવિન (CoWIN) પોર્ટલ પર પોતાનુ નામ વેક્સીન મેળવવા માટે રજિસ્ટર કરાવ્યુ છે.

આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, 'મે તમારી સાથે વાત કરતા પહેલા ડેટાની તપાસ કરી હતી એક માર્ચ રાતે 8.30 વાગ્યા સુધી 29 લાખથી વધુ લોકોને કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યુ છે.' તમને જણાવી દઈએ કે જો એક વ્યક્તિ રજિસ્ટર કરે તો તેની પાસે પરિવારના ચાર સભ્યોના રજિસ્ટ્રેશનની સુવિધા છે. આરોગ્ય મંત્રી બોલ્યા, 'જો તમે એક વ્યક્તિનુ રજિસ્ટ્રેશન બે માટે કરાવો તો આ લગભગ 60 લાખ થઈ જાય છે અને જો તમને લાગે છે કે દરેક પોતાના પરિવારના ચાર લોકો માટે રજિસ્ટ્રેશન કરી રહ્યુ છે તો એક કરોડને પાર કરી જાય છે.'

આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને લોકોને કોરોના પર સતર્ક રહેવાની પણ સલાહ આપી છે. તેમણે કહ્યુ કે લોકોએ એ વાતથી બેફિકર ન થવુ જોઈએ કે વેક્સીન આવી ગઈ છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસ માટે આપણે હજુ થોડા મહિના સાવધાન રહેવાની જરૂર છે. એ બહુ જરૂરી છે કે આપણે કોરોનાની ચેનને તોડીએ. કોવિન પોર્ટલ અને પહેલા દિવસે વેક્સીનેશનમાં આવેલી મુશ્કેલીઓ વિશે આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ, 'આજે પહેલો દિવસ હોવાના નાતે, અમારી ઘણી ખાનગી હોસ્પિટલોએ લોકો માટે શિડ્યુલ(કોવિન પ્લેટફૉરમ કે એપ પર) નહોતુ રાખ્યુ. મંગળવારે સવારે અમારી રાજ્યો સાથે અને ખાનગી હોસ્પિટલો સાથે બેઠક થશે.' કોવિન પોર્ટલમાં આવેલી મુશ્કેલી પર તેમણે કહ્યુ, 'આ બહુ મહત્વપૂર્ણ મુદ્દો નથી. મને લાગે છે કે લોકોને પહેલા દિવસે આ રીતના મુદ્દાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ આવનારા દિવસોમાં તમે આ રીતની મુશ્કેલીઓનો સામનો નહિ કરવો પડે.'

પેટ્રોલ-LPG બાદ હવે CNG-PNGના ભાવમાં પણ વધારો, આજથી લાગુ

More CORONAVIRUS News