ધર્મેન્દ્ર પ્રધાને કહી આ વાત
ઈંધણના વધતા ભાવો પર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે ઈંધણના ભાવ વધવા પાછળ બે મુખ્ય કારણ છે. પહેલુ આંતરરાષ્ટ્રીય બજારે ઈંધણનુ ઉત્પાદન ઘટાડી દીધુ છે અને બીજુ વધુ લાભ મેળવવા માટે વિનિર્માણ દેશ ઓછા ઈંધણનુ ઉત્પાદન કરી રહ્યા છે. આનાથી ગ્રાહક દેશો ત્રસ્ત છે. વળી, તેમણે કહ્યુ કે અમે સતત સઉદી અરબે તેલ નિકાસ દેશોના સંગઠન(ઓપેક) અને રશિયા સહિત સહયોગી દેશ (ઓપેક પ્લસ)ને આગ્રહ કરી રહ્યા છે કે આવુ ન થવુ જોઈએ. અમને આશા છે કે ફેરફાર થશે.
કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મીડિયા ચેનલ સાથે વાત કરીને કહ્યુ કે કોંગ્રેસની સરકારે ઓઈલ બાંડ્ઝ કોઈ બજેટરી સપોર્ટ વિના જાહેર કર્યા હતા અને તેની મોટી અસર કિંમતોમાં દેખાઈ રહી છે. ઓઈલ કંપનીઓને પોતાની કમાણીનો મોટો ભાગ ઓઈલ બાંડ્ઝનુ વ્યાજ આપવામાં જઈ રહ્યો છે અને તેની અસર કિંમતો પર જોવા મળી રહી છે.
સોનિયા ગાંધીએ પણ લખ્યો હતો પીએમ મોદીને પત્ર
જ્યારે આ પહેલા પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવો પર ચિંતા વ્યક્ત કરીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. તેમણે પોતાના પત્રમાં લખ્યુ હતુ કે હું તમને અનુરોધ કરુ છુ કે આ વધારો પાછો લો અને આપણા મધ્યમ અને વેતનભોગી વર્ગ, આપણા ખેડૂતો અને ગરીબો અને આપણા સાથી સૈનિકોને લાભ આપો. આ કિંમતો ઐતિહાસિક અને અવ્યવહારિક છે.