નવી દિલ્લીઃ ભારતમાં આજથી એટલે કે 1 માર્ચથી શરૂ થઈ રહેલ કોરોના વાયરસ વેક્સીનેશન રાઉન્ડ-2ના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની વેક્સીન મૂકાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લીની એઈમ્સમાં કોરોના વાયરસની વેક્સીન મૂકાવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ખુદ ટ્વિટ કરીને આની માહિતી આપી છે. પીએમ મોદીને કોરોના વેક્સીન પુડુચેરીના સિસ્ટર પી. નિવેદાએ ભારત બાયોટેકની કોવેક્સીન લગાવી છે. પીએમ મોદીએ ડોઝ લેતી વખતનો પોતાનો ફોટો પણ શેર કર્યો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોને કોરોના વેક્સીન લેવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે આવો, આપણે સૌ મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.
પીએમ મોદીએ કોરોના વેક્સીન મૂકાવ્યા બાદ ટ્વિટ કરીને કહ્યુ કે, 'એઈમ્સમાં કોવિડ-19 વેક્સનીનો પહેલો ડોઝ મે લઈ લીધો છે. કોરોના વાયરસ સામે વૈશ્વિક લડાઈને મજબૂતી આપવામાં જે તેજીથી આપણા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે ઉલ્લેખનીય છે. હું એ બધા લોકોને વેક્સીન લગાવવાની અપીલ કરુ છુ જે વેક્સીન લેવા માટે યોગ્ય છે. આવો, સાથે મળીને ભારતે કોવિડ-19થી મુક્ત બનાવીએ.'
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
— Narendra Modi (@narendramodi) March 1, 2021
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત આજે એક માર્ચથી થઈ રહી છે. કોરોના વેક્સીનેશનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને અન્ય બિમારીઓથી પીડિત 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને વેક્સીન મળવાની છે. જે લોકો કોરોના વેક્સીન સરકારી હોસ્પિટલમાં મૂકાવશે તેમને વેક્સીન મફતમાં આપવામાં આવશે અને જે લોકો વેક્સીન પ્રાઈવેટ હોસ્પિટલમાં લેશે તેમણે વેક્સીન માટે ચૂકવણી કરવાની રહેશે. કેન્દ્ર સરકારે આના માટે તૈયારીઓ પૂરી કરી લીધી છે. કો-વિન2.0 પોર્ટલ પર વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન સોમવારે એટલે કે આજથી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ જશે.
Covid-19: 10 રાજ્યોમાં કોરોનાના વધતા કેસ માટે SARS-CoV-2 મ્યુટેશન નહિ, આ છે કારણ