નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ એક વાર ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યુ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસ સાથે જોડાયેલ આંકડા જારી કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 16,577 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 12179 દર્દી રિકવર થયા છે જ્યારે 120 દર્દીના મોત કોરોના વાયરસના કારણે થયા. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,10,63,491 અને મૃતકોની સંખ્યા 1,56,825 સુધી પહોંચી ગઈ છે.
જો કે દેશમાં કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને અત્યાર સુધી 1,07,50,680 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં માત્ર 1,55,986 જ સક્રિય કેસ બચ્યા છે. વળી, કોરોના વાયરસ સામે દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી 1,34,72,643 લોકોને કોરોના વાયરસની વેક્સીન મૂકવામાં આવી ચૂકી છે. આરોગ્ય મંત્રાલય મુજબ 1 માર્ચથી કોરોના વાયરસ રસીકરણનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોના કેસે વધારી સરકારની ચિંતા
તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. શુક્રવારે એકલા મુંબઈમાં કોરોના વાયરસના 1145 નવા દર્દી મળ્યા. સંક્રમણના વધતા કેસોને જોતા બીએમસીએ બધા માટે માસ્ક પહેરવુ અનિવારય કરીને કોરોના વાયરસને અટકાવવાના નિયમોને આકરા કરી દીધા છે. બીએમસી કમિશ્નરે હાલમાં જ નિવેદન આપ્યુ કે આવનારા બે સપ્તાહ મુંબઈ માટે ખૂબ જ મહત્વના છે અને આ દરમિયાન કોરોના વાયરસ પ્રોટોકૉલ માટે કડકાઈ વધારવામાં આવશે. મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં આંશિક લૉકડાઉન પહેલેથી જ લાગુ કરી દીધુ છે.
Balakot: અમિત શાહ અને રાજનાથ સિંહે કર્યા IAFના શૌર્યને સલામ