સંસદનો ઘેરાવ ચાર લાખના બદલે 40 લાખ ટ્રેક્ટરથી થશે
તમને જણાવી દઈએ કે આ પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રાજસ્થાનના સીકરમાં સંયુક્ત ખેડૂત મોરચાની મહાપંચાયતમાં ખેડૂતોને ફરીથી ટ્રેક્ટર માર્ચ માટે તૈયાર રહેવા માટે કહ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે જો કેન્દ્ર સરકાર ત્રણે નવા કૃષિ કાયદાને રદ નહિ કરે તો પ્રદર્શનકારી ખેડૂતો સંસદનો ઘેરાવ કરશે. ખેડૂતો આના માટે તૈયાર છે, તેમને કોઈ પણ સમયે આની સાથે સંબંધિત નિર્દેશ આપવામાં આવી શકે છે. આ વખતે સંસદનો ઘેરાવ 4 લાખ નહિ પરંતુ 40 લાખ ટ્રેક્ટરથી થશે.
પીએમ મોદીએ કરી હતી ખેડૂતોને અપીલ
જ્યારે પીએમ મોદીએ રાજ્યસભામાં ખેડૂતોને અપીલ કરી હતી કે તે પોતાનુ આંદોલન ખતમ કરી દે અને જે પણ સમસ્યા છે તેનુ મળીને સમાધાન કાઢી શકાય છે. જો કે તેમણે પોતાના સંબોધનમાં અમુક લોકો પર નિશાન સાધીને કહ્યુ કે કૃષિ કાયદાના નામે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે અને છેલ્લા અમુક સમયથી આ દેશમાં 'આંદોલનજીવી'ઓની એક નવી જમાત પેદા થઈ છે જે આંદોલન વિના જીવી શકતા નથી.
આંદોલનજીવી શબ્દ પર ભડક્યા હતા ટિકૈત
પીએમ મોદી તરફથી આંદોલનજીવી શબ્દનો ઉપયોગ કરવા પર ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતને ગુસ્સો આવ્યો હતો. તેમણે મીડિયા સાથે વાત કરીને નિવેદન આપ્યુ હતુ કે પીએમ મોદીએ જે આંદોલનજીવી કહ્યુ છે તે જાણીને દુઃખ થયુ, અરે, અમે આંદોલન કરીએ છીએ, મે જુમલેબાજ નથી. એમએસપી પર કાયદો બનવો જોઈએ એ નથી બની રહ્યો. ત્રણે કાળા કાયદા ખતમ નથી થઈ રહ્યા. પ્રધાનમંત્રીજીએ 2011માં કહ્યુ હતુ કે દેશમાં એમએસપીપર કાયદો બનશે. આ જુમલેબાજી હતી, અમે તો શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે અને અમારુ આંદોલન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી કૃષિ કાયદા રદ ન થઈ જાય.