કોરોના નેગેટીવ રિપોર્ટ બતાવ્યા બાદ જ આ 5 રાજ્યોના લોકોને દિલ્લીમાં મળશે એન્ટ્રી

|

નવી દિલ્લીઃ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબના યાત્રીઓને 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી દિલ્લીમાં પ્રવેશ કરવા માટે કોરોના વાયરસનો નેગેટીવ રિપોર્ટ બતાવવાનો રહેશે. ત્યારબાદ જ તે દિલ્લીમાં પ્રવેશ કરી શકશે. આ રાજ્યોમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા સાવચેતી રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાચાર અનુસાર મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબથી ટ્રેન, ફ્લાઈટ કે બસથી આવતા મુસાફરોએ દિલ્લીમાં પ્રવેશ કરવા માટે પહેલા નેગેટીવ આરટીપીસીઆર રિપોર્ટ બતાવવો પડશે.

હાલમાં શનિવારથી 15 માર્ચ સુધી માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ મામલે અધિકૃત આદેશ આજે જાહેર કરવામાં આવશે. સૂત્રો મુજબ દિલ્લી સરકારે સાવચેતી રૂપે આ નિર્ણય લીધો છે કારણકે ગયા સપ્તાહમાં કોરોના વાયરસના 86 ટકા કેસ આ રાજ્યોમાંથી જ સામે આવ્યા છે. આ રાજ્યોના અધિકારીઓએ દિલ્લી માટે ફ્લાઈટ ઉડાન પહેલા મુસાફરોના 72 કલાક પહેલા કરવામાં આવેલ કોરોના વાયરસ પરીક્ષણનો નેગેટીવ રિપોર્ટ સત્યાપિત કરવા માટે કહેવામાં આવશે. નવો નિયમ શુક્રવારે મધ્ય રાત્રિથી 15 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી માટે લાગુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કુલ કેસોના 75 ટકા કેસ એકલા કેરળ અને મહારાષ્ટ્રમાં છે અને છેલ્લા અમુક દિવસોમાં અહીં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે.

તમને જણાવી દઈએ કે એક વાર ફરીથી મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે. જેના કારણે સરકારે બધાને કડકાઈથી કોરોના ગાઈડલાઈન ફોલો કરવાની સલાહ આપી છે. મહારાષ્ટ્રમં એકાએક વધી રહેલા દર્દીઓની સંખ્યા પર રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધિત કરીને ચેતવણી આપી હતી કે થોડી ઢીલાશ પણ કોઈના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે માટે જો કોરોનાથી બચવા માટે બનાવવામાં આવેલી ગાઈડલાઈન્સનુ પાલન લોકો કડકાઈથી નહિ કરે તો રાજ્યમાં લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ નહિ બચે.

Covid-19: મહારાષ્ટ્ર-કેરળમાં મળ્યા કોરોનાના બે નવા વેરિઅન્ટ

More MAHARASHTRA News