Assembly Elections 2021, નવી દિલ્લીઃ આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, પુડુચેરી અને કેરળમાં આ વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે આજે મહત્વની બેઠક બોલવી છે. બુધવારે આ પાંચે રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે ચૂંટણી પંચે બુધવારે સવારે 11 વાગે મહત્વની બેઠક બોલાવી છે.
ચૂટણી પંચે આ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓને લગભગ પૂરી કરી લીધી છે. હવે તેને અંતિમ રૂપ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. બુધવારે 11 વાગે પંચની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણીની તૈયારીઓની માહિતી પર ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે ચૂંટણી પંચ જલ્દી આ રાજ્યોમાં ચૂંટણીની તારીખોનુ એલાન કરી દેશે.
વિધાનસભા ચૂંટણી માટે રાજકીય દળોની તૈયારીઓ પણ જોરદાર ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. વળી, સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પોતાની ખુરશી બચાવવામાં લાગી છે. આ રાજ્યોમાં કેન્દ્રીય બળોની 250 કંપનીઓની તૈનાતી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ ચૂંટણી રાજ્યોમાં કેન્દ્રીય બળોની તૈનાતી શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જે પાંચે રાજ્યોમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી છે તેમાંથી એક પણ રાજ્ય હિંદી ભાષી નથી.
Covid-19: મહારાષ્ટ્ર-કેરળમાં મળ્યા કોરોનાના બે નવા વેરિઅન્ટ