Nationa Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્લી હાઈકોર્ટે નોટિસ જાહેર કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્લી હાઈકોર્ટે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર નોટિસ જાહેર કરી છે જેમાં ઘણા દસ્તાવેજો અને સાક્ષીઓને બોલાવવા અંગે ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. હવે આ મામલે 12 એપ્રિલે આગામી સુનાવણી થશે.
વાસ્તવમાં સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં નીચલી અદાલતના ચુકાદાને દિલ્લી હાઈકોર્ટમાં પડકાર્યો છે. નીચલી અદાલતે તેમની અરજીમાં રજૂ કરેલા મુખ્ય સાક્ષીઓના આધારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે કેસ ચલાવવાની અનુમતિ આપવાનો ઈનકાર કરી દીધો હતો. ટ્રાયલ કોર્ટે 11 ફેબ્રુઆરીએ કહ્યુ હતુ કે આ કેસમાં તપાસ સમાપ્ત થયા બાદ તે સીઆરપીસીની કલમ 244 હેઠળ સ્વામી તરફથી દાખલ સાક્ષી સંબંધી આવેદન પર વિચાર કરશે.
ટ્રાયલ કોર્ટમાં સીઆરપીસીની કલમ 244 હેઠળ દાખલ આવેદનમાં સ્વામીએ હાઈકોર્ટના મહાસચિવ (રજિસ્ટ્રી અધિકાર), ભૂમિ અને વિકાસ અધિકારી તેમજ આવકવેરા વિભાગના અધિકારી સહિત અમુક સાક્ષીઓને સમન મોકલવાનો અનુરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભાજપ સાંસદે નીચલી અદાલતમાં દાખલ અંગત ગુનાહિત ફરિયાદમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપરાંત અન્ય લોકો પર પણ નેશનલ હેરાલ્ડ દ્વારા છેતરપિંડી અન ગેરકાયદે રીતે ધન મેળવવાનુ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. જો કે આ આરોપોને ગાંધી સહિત બધા આરોપીઓએ ફગાવી દીધો હતો.
'તમારા ખિસ્સા ખાલી કરી મિત્રોના પૉકેટ ભરી રહી છે મોદી સરકાર'